અમદાવાદ પાલિકાના અધિકારીનો જાદુ, એક કંપનીનો વિસ્તાર ઘટાડી દઇ ઊંમર વધારી દીધી

PC: google.com/maps

શહેરના ઉત્તરઝોનમાં આવેલી અનિલ સ્ટાર્ચ મિલની ખોટી આકરણી કરી અમપા તિજારીને રૂપિયા બે કરોડનો આર્થિક ફટકો પહોંચાડનારા સામે એક વર્ષ અગાઉ વિજીલન્સ તપાસની મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરી કૌભાંડને અભરાઈ ઉપર ચઢાવી દેવામાં આવ્યુ છે.અનિલ સ્ટાર્ચની મિલ્કતોને લાભ કરાવવા જે તે સમયે ડેપ્યુટી એસેસર અને ટેકસ કલેકટર દ્વારા અંગત રસ લઈને ત્રણ વખત આકરણી કરાવાઈ હતી.આ કૌભાંડમાં તપાસ મામલે સત્તાધારી પક્ષના નેતાઓનુ કૌભાંડીઓને પીઠબળ હોવાની વિગતો બહાર આવી છે.

આ અંગે મળતી માહીતી પ્રમાણે,ઉત્તરઝોનના પ્રોપર્ટી ટેકસ વોર્ડ નંબર ૦૨૨૦માં અનિલ સ્ટાર્ચ મીલની ટેનામેન્ટ નંબર-૦૨૨૦-૩૫-૩૮૦૧-૦૦૧કયુથી મિલ્કત આવેલી છે.આ મિલ્કતોની આકારણી નવી ફોર્મ્યુલાના નિયમો અને ફેકટર મુજબ થવી જાઈએ છતાં મિલ્કતધારકોને ફાયદો થાય એ માટે જે તે સમયના ડેપ્યુટી એસેસર અને ટેકસ કલેકટર કેલ્વિન સી કાપડીયા દ્વારા ત્રણ-ત્રણ વખત આકરણી કરાવી હતી.વર્ષ-૨૦૦૧ સુધીમાં આ મિલ્કતોનો એજયુકેશન સેસ કુલ મળીને રૂપિયા 1.53 કરોડ થતો હતો.આમ છતાં અમપાના ઉત્તરઝોનના અધિકારીની કહેવાતી સુચનાને આધારે રૂપિયા 77 લાખ ઓનલાઈન કોમ્પ્યુટર ડીમાન્ડમાંથી બારોબાર કમી કરી દેવામાં આવ્યા હતા.

આ મામલે વિજીલન્સ તપાસ કરી કેલ્વિન સી કાપડીયા સામે કાર્યવાહી કરવા પૂર્વ ટેકસ ઈન્સપેકટર પુનમચંદ પરમારે મ્યુનિસિપલ કમિશનર સહીત તમામને લેખિત રજુઆત કરી હતી.આજે એક વર્ષ બાદ પણ રૂપિયા બે કરોડના આર્થિક કૌભાંડ મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા કાપડીયા સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી.ભાજપમાંથી જ કેટલાક નેતાઓના કેલ્વિન કાપડીયા ઉપર છુપા આશીર્વાદ હોવાના કારણે કાર્યવાહી અભરાઈ ઉપર ચઢાવી દેવામાં આવ્યુ હોવાની અમપા વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

કેવી રીતે કૌભાંડ કરાયું..

૧.પહેલી વખત આકારણી કરાઈ એ સમયે મિલ્કતનુ કુલ ક્ષેત્રફળ 7876865 ચોરસ મીટર બતાવવામાં આવ્યુ હતુ.
૨.બાદમાં વાંધા અરજી કરાતા બીજી વખત આકરણી કરાઈ હતી.જેમાં ક્ષેત્રફળ 110606 હોવાનુ બહાર આવ્યુ હતુ.
૩.ડીમાન્ડમાં વધારો થાય એ પહેલા અધિકારીએ ટેકસ અને એસ્ટેટની ટીમો બનાવી ત્રીજી વખત આકરણી કરાવી.
૪.ત્રીજી વખતની આકરણીમાં કુલ ક્ષેત્રફળ 59537 ચોરસમીટર બતાવવામાં આવ્યુ હતુ.

અરજદારની માંગણી શું છે..

એજયુકેશન સેસની લેવા પાત્ર નીકળતી કુલ રકમ 1.53 કરોડમાંથી 77 લાખની ઓનલાઈન કોમ્પ્યુટર ડીમાન્ડ ઘટાડી મિલ્કત ધારકોને આર્થિક લાભ કરાવવા કેલ્વિન કાપડીયા દ્વારા ક્ષેત્રફળ ઘટાડવા ઉપરાંત બાંધકામના વર્ષ અને ઉંમરના પુરાવા પણ નજર અંદાજ કરાયા છે.બાંધકામનો સમય વર્ષ-1960થી વર્ષ-1990નો હોવા છતાં વર્ષ-1940નુ બાંધકામ હોવાનુ દર્શાવી મિલ્કત ધારકોને ધણો મોટો આર્થિક લાભ કરાવવામાં આવ્યો છે.

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp