Mahindra લાવી રહી છે સુપરફાસ્ટ ઈલેક્ટ્રિક SUV

PC: motorbeam.com

સૌ પ્રથમ વખત ઈન્ડિયન ઓટો એક્સપોમાં જેનો કોન્સેપ્ટ જાણવા મળેલો એવી Mahindra XUV Aeroના પ્રોડક્શનની જાહેરાત કરવામાં આવી છે. 210 bhpનું ટર્બોચાર્જ્ડ ડિઝલ એન્જિન લાવવાની વાત હતી પરંતુ તે આમાં નહીં હશે. તેની જગ્યાએ ઈલેક્ટ્રિક એન્જિન લગાવવામાં આવશે.

આ Mahindraની ફ્લેગશીપ ઈલેક્ટ્રીક કાર હશે. આ કારનું ઈલેક્ટ્રિક એન્જિન 200bhp સુધીનો પાવર અને 400 nmસુધીનું ટોર્ક જનરેટ કરે છે. Mahindraની ઈલેકટ્રિક XUV કાર માત્ર 8 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડશે. આ Mahindraની સૌથી ફાસ્ટેસ્ટ XUV કાર હશે.

કારની ટોપ સ્પીડ 190 Kmphની હશે અને એક વાર ફુલ ચાર્જ થઈ ગયા બાદ તે 300 કિમી. નું સફર કરી શકશે. Mahindra XUV Aeroની કિંમત ભારતમાં 20 લાખ રૂપિયાની આસપાસ હોી શકે છે. આ કાર ભારતમાં 2020 સુધી લોન્ચ થવાની શક્યતા છે. ડિઝાઈનની વાત કરીએ તો આ કારની સ્ટાઈલ એકદમ યુનીક હશે. ભારતની સૌથી કિફાયતી કૂપ-ક્રોસઓવર ડિઝાઈનવાળી નવી કાર હશે. આ પ્રકારની સ્ટાઈલ બીએમડબલ્યુ જેવી લક્ઝરી કારોમાં જોવા મળે છે. માનવામાં આવે છે કે આ કાર 5 સીટરવાળી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp