
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ આખરે તેની પ્રખ્યાત SUV Maruti Brezzaનું નવું CNG વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ છેલ્લા ઓટો એક્સપો દરમિયાન Brezza S-CNGનું પ્રદર્શન કર્યું હતું. આ દેશની પ્રથમ સબ-કોમ્પેક્ટ SUV છે જે કંપની ફીટેડ CNG વેરિઅન્ટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. કંપનીએ આ CNG SUVને કુલ 4 ટ્રિમમાં રજૂ કરી છે, જેની પ્રારંભિક કિંમત રૂ. 9.14 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) છે.
મારુતિ બ્રેઝા CNG પેટ્રોલ મૉડલના LXI, VXI અને ZXI વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને તેની કિંમત પેટ્રોલ મૉડલ કરતાં રૂ. 95,000 વધુ છે. આમાં કંપનીએ 1.5 લિટર ક્ષમતાના પેટ્રોલ-CNG એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે ગ્રાન્ડ વિટારા અને અર્ટિગામાં પણ જોવા મળે છે. આ એન્જિન પેટ્રોલ મોડમાં 100.6PS પાવર અને 136Nm ટોર્ક જનરેટ કરે છે. જો કે, CNG મોડમાં, તેનું પાવર આઉટપુટ થોડું ઓછું થાય છે અને આવી સ્થિતિમાં, આ એન્જિન 87.8PSનો પાવર જનરેટ કરે છે. કંપનીએ CNG વેરિઅન્ટમાં માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સનો વિકલ્પ આપ્યો છે.
નવી Brezza S-CNGની રજૂઆત સાથે, મારુતિ સુઝુકી પાસે હવે તેના વાહન પોર્ટફોલિયોમાં 14 CNG વાહનો ઉપલબ્ધ છે. મારુતિ સુઝુકી એરેના દ્વારા વેચાતી તમામ કાર હવે S-CNG ટેક્નોલોજીના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે નવી Brezza S-CNG ગ્રાહકોને ઇકો-ફ્રેન્ડલી મોટરિંગ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જ્યારે તે ઇલેક્ટ્રિક સનરૂફ, ક્રુઝ કંટ્રોલ, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે સ્માર્ટપ્લે પ્રો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, કીલેસ પુશ જેવી સુવિધાઓથી સજ્જ છે. માટે કંપનીનો દાવો છે કે, આ SUV 25.51 Km પ્રતિ કિલો (CNG) સુધીની માઈલેજ આપે છે.
મારુતિ બ્રેઝા CNGના પ્રકારો અને કિંમતો આ મુજબ છે: LXi S-CNG-9,14,000, VXi S-CNG-10,49,500, ZXi S-CNG-11,89,500, ZXi S-CNG ડ્યુઅલ ટોન-12,05,500.
મારુતિ સુઝુકીના CNG પોર્ટફોલિયોમાં હવે Alto 800, Alto K10, S-Presso, Eeco, Wagon R, Celerio, Swift, Dzire, Baleno, Grand Vitara, XL6 અને Ertiga જેવી કારનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પેટ્રોલના ભાવમાં વધારો થતાં CNG વાહનોની માંગ ઝડપથી વધી છે. તાજેતરમાં, મારુતિ સુઝુકીએ તેની મધ્યમ કદની SUV ગ્રાન્ડ વિટારાનું CNG મૉડલ પણ લૉન્ચ કર્યું હતું, જેની પ્રારંભિક કિંમત રૂ. 12.85 લાખથી શરૂ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp