2.5 કરોડથી વધુ કિંમતની છે Maseratiની આ કાર

PC: motorbeam.com

ઈટલીની ઓટોમોબાઈલ કંપની Maseratiએ ભારતમાં પોતાની Quattroporte GTS લોન્ચ કરી છે. આ કારની એકસ-શોરૂમ કીંમત 2.7 કરોડની છે. ચાર દરવાજાવાળી સ્પોર્ટ્સ સડાનને નવા ફીચર્સ સાથે 2018 મોડેલ માટે અપડેટ કરવામાં આવી છે. સ્ટાઈલિશ કારને 2 વેરિયન્ટ Granlusso અને GranSportમાં લોન્ચ કરવામાં આવી છે. કારના રીવાઈઝ્ડ ફીચરમાં સ્ટાઈલિશ ફ્રન્ટ, બેક ગિયર અને નવી એડપ્ટીવ LED લાઈટ્સ સામેલ છે.

જ્યાં સુધી Granlusso વેરિયન્ટની વાત છે તો આ ફ્રન્ટ સ્પોઈલર, ક્રોમ બંપર અને બોડી કલર્ડ સાઈડની સાથે લોન્ચ થઈ છે. લેટેસ્ટ 20 ઈંચ મરક્યુરો એલોય વ્હીલ્સમાં બ્લેક કલર્ડ બ્રેક કેલિપર્સ છે. ત્યારે GTS GranSport વેરિયન્ટમાં પણ થોડા બદલાવ કરવામાં આવ્યા છે. આ કારના ઈનર કેબિનને સંપુર્ણ રીતે રીવાઈઝ કરવામાં આવ્યું છે. તેમાં 8.4 ઈંચ Maserati ટચ કંટ્રોલ પ્લસ(MTC+) સિસ્ટમ છે. સિસ્ટમને મલ્ટી ટચ સ્ક્રીનથી ઓપરેટ કરી શકાશે. સેંટ્રલ કંસોલમાં રોટરી કંટ્રોલ છે. આ ફોન મિરરીંગ ઓપરેશનની સાથે Apple કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સપોર્ટ કરે છે.

કંપની સાઈડથી બે ઓડિયો સિસ્ટમના વિકલ્પ આપવામાં આવ્યા છે. કારમાં 6 એરબેગ્સ, એક્ટીવ હેડસેટ્સ, લેન કિપીંગ આસિસટન્ટ (LKA), એક્ટીવ બ્લાઈંડ સ્પોટ આસિસ્ટ(ABSA) જેવા ફીચર્સ છે. Quattroporte GTS 4.7 સેકન્ડમાં 0-100 કિ.મીની સ્પીડ પકડી લે છે. ગાડીની ટોપ સ્પીડ 310 કિ.મી પ્રતિ કલાકની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp