80 કરોડપતિઓએ કહ્યું- કોરોના સંકટમાં અમારી પાસેથી લેવામાં આવે વધારે ટેક્સ

PC: businesstoday.in

80થી વધારે કરોડપતિઓએ સોમવારે દુનિયાભરની સરકારોને આગ્રહ કર્યો છે કે તેઓ વધારે અમીર લોકો પાસેથી વધારે ટેક્સ વસૂલ કરે, જેથી વૈશ્વિક અર્થવ્યવસ્થાની રિકવરી માટે મોટો ફંડ એકઠો કરી શકાય. આ 80 કરોડપતિઓએ પોતાના ગ્રુપનું નામ Millionaires for Humanity રાખ્યું છે. તેમણે લખ્યું કે, વધારે અમીર લોકો પાસેથી તરત વધારે ટેક્સ વસૂલ કરવામાં આવે અને તે સ્થાયી પણ હોવો જોઇએ. કોરોનાને કારણે વર્લ્ડ ઇકોનોમીમાં સતત અનિશ્ચિતતા છે અને બેરોજગારી દરમાં સતત વધારો થઇ રહ્યો છે.

આ ઓપન લેટરમાં સાઇન કરનારા કરોડપતિઓની લિસ્ટમાં બેન એન્ડ જેરી આઇસક્રીમ કંપનીના સહ સંસ્થાપક જેરી ગ્રીનફીલ્ડ, સ્ક્રીન રાઇટર રિચર્ડ કર્ટિસ અને ફિલ્મમેકર એબિગેલ ડિઝ્નીનું નામ પણ છે. આ ઉપરાંત અમેરિકાના ઉદ્યમી સિડની ટોપોલ અને ન્યૂઝીલેન્ડના રિટેલર સ્ટીફન ટિંડલ પણ સામલ છે. ગાર્ડિયનની એક રિપોર્ટમાં આ બાબતે જાણકારી છે.

લેટરમાં લખવામાં આવ્યું છે કે, કારણ કે કોરોના દુનિયામાં પગપેસારો કરી ચૂકી છે. એવામાં આ સંકટનો સામનો કરવા માટે અમારા જેવા કરોડપતિઓની ખૂબ અગત્યની ભૂમિકા છે. અમારી પાસે પૈસા છે, ખૂબ જ વધારે છે. આ પૈસા જેની ખૂબ જ વધારે જરૂર છે અને આવનારા સમયમાં દુનિયામાં મોજૂદ સંકટનો છૂટકારો મેળવવા તેની ખૂબ જરૂર છે.

આ લેટરને એક એવા સમયે પબ્લિશ કરવામાં આવ્યું છે, જ્યારે G20 દેશોના નાણામંત્રીઓની બેઠક થવાની છે. કોરોનાને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે. એવામાં અમુક દેશો તો મોટા ટેક્સ વસૂલવા પર વિચાર કરવા લાગ્યા છે.

જણાવી દઈએ કે, આ મહિનામાં જ સ્પેનના પ્રધાનમંત્રીએ સંકેત આપ્યા હતા કે તેમની સરકાર વધારે ટેક્સ વસૂલ કરશે. રશિયા પણ વધારે કણામી કરનારાઓ પર ટેક્સનો ભાર વધારવા અંગે વિચાર કરી રહ્યિં છે. સાઉદી અરબે સેલ્સ ટેક્સમાં પહેલેથી જ વધારો કરી દીધો છે. ક્રૂડ ઓઇલની માગ ઘટ્યા પછી ત્યાંની સરકારે નિર્ણય લીધો હતો.

Millionaires for Humanity લેટર માટે ઓક્સફેમ, ટેક્સ જસ્ટિસ યૂકે અને અમેરિકામાં ઉચ્ચ નેટ વર્થ રાખનારા લોકોના એક ગ્રુપ સામેલ છે. આ ગ્રુપનું નામ પેટ્રોઇક મિલિયોનેર છે. કોરોના સંકટની વચ્ચે સતત એવી માગ થતી રહી છે કે આ અમીરોએ વધારેમાં વધારે ફાળો આપવો જોઇએ.

ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટની વચ્ચે પણ મોટાભાગના અમીરોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. હાલમાં અલ્ટ્રા વેલ્ધી કેટેગરીમાં આવનારા લોકોની કુલ સંખ્યા 5 લાખથી પણ વધારે છે. જે આઇસલેન્ડ, માલ્ટા કે બેલીઝની વસતી કરતા પણ વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp