દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ NSEના ચેરમેન અશોક ચાવલાએ આપ્યું રાજીનામું

PC: livemint.com

દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેંજ 'નેશનલ સ્ટોક એક્સચેંજ'ના ચેરમેન અશોક ચાવલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે તેમનો કાર્યકાળ 27 માર્ચ 2019ના રોજ પૂર્ણ થઇ રહ્યો હતો. અશોક ચાવલાને વર્ષ 2016માં નેશનલ સ્ટોક એન્સચેંજના ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ઈન્ડિયન સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) એનએસઈની 'કો-લોકેશન' સુવિધામાં ખામીઓની તપાસ કરી રહી છે. સેબી દ્વારા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે કે, શું કેટલાક બ્રોકરોને એક્સચેન્જ આ તીવ્ર ફ્રિક્વેન્સી વ્યાપાર સુવિધામાં અયોગ્ય પહોંચ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એક્સચેન્જે એક નિવેદનમાં કહ્યું છે કે, વર્તમાન કાનૂની ઘટનાક્રમને નજરમાં રાખીએ તો નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડના નિર્દેશક મંડળના લોક હિત નિર્દેશક-ચેરમેનના પદ પરથી તત્કાલ પ્રભાવથી રાજીનામું આપી દીધું છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ તેઓએ પ્રાઇવેટ સેક્ટરની યસ બેંકના ગેર કાર્યકારી ચેરમેન પદ પરથી પણ રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત એવિએશન કંપની જેટ એરવેઝના બોર્ડમાં પણ અશોક ચાવલા સામેલ હતા.

જાણો કોણ છે અશોક ચાવલા

અશોક ચાવલા ગુજરાત કેડરના આઇએએસ છે, તેઓ એનએસઇના ચેરમેન બન્યા પહેલા ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના પ્રમુખ રહી ચૂક્યા છે, તેઓ નાણા સચિવ અને નાગર વિમાનન સચિવ સહિત અન્ય પદો પર રહી ચૂક્યા છે.

જણાવી દઈએ કે, 13 મે 2009થી 31 જાન્યુઆરી 2011 સુધી સરકારી બેંક એસબીઆઇના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે, તેઓ LICના ડાયરેક્ટર પદ પર પણ રહી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp