નવી મેટ્રો રેલ નીતિને મંજૂરી : ખાનગી રોકાણો માટે મોટી તકો ખુલી

PC: bjp.org

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આયોજિત મંત્રીમંડળની બેઠકમાં નવી મેટ્રો રેલ નીતિને મંજૂરી આપવામાં આવી હતી, જે વધુને વધુ શહેરોની મેટ્રો રેલની આકાંક્ષાઓ પૂર્ણ કરવા ઇચ્છે છે, પણ જવાબદારપૂર્ણ અભિગમ સાથે.

આ નીતિથી મેટ્રોની તમામ પ્રકારની કામગીરીમાં ખાનગી રોકાણ માટેની મોટી તક ખુલી છે, જેના પગલે નવા મેટ્રો પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર સરકારની સહાયનો લાભ મેળવવા પીપીપી (જાહેર ખાનગી ભાગીદારી) ફરજિયાત થઈ ગઈ છે. મેટ્રો પ્રોજેક્ટના ધિરાણ માટે ખાનગી રોકાણ અને અન્ય નવીન સ્વરૂપો ફરજિયાત થઈ ગયા છે, જેનો ઉદ્દેશ મોટા પાયે મૂડીની જરૂરિયાત અનુભવતા ઊંચી ક્ષમતા ધરાવતા મેટ્રો પ્રોજેક્ટ્સ માટે સંસાધનોની ઊંચી માગ પૂર્ણ કરવાનો છે.

  • ખાનગી સંસાધનો, કુશળતાઓ અને ઉદ્યોગસાહસિકતાનો ઉપયોગ કરવા આ નીતિ જણાવે છે કે, “મેટ્રો રેલની સંપૂર્ણ જોગવાઈ કે કેટલાંક અલગ-અલગ ઘટકો (જેમ કે, ઓટોમેટિક ફેર કલેક્શન, ઓપરેશન અને સેવાની જાળવણી વગેરે) માટે ખાનગી ભાગીદારી કેન્દ્ર સરકારની સહાય મેળવવા ઇચ્છતા તમામ મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ માટેની આવશ્યક જરૂરિયાતોનું સ્વરૂપ બનાવશે.”

અત્યારે અપર્યાપ્ત ઉપલબ્ધતા અને છેવડાના વિસ્તારોમાં જોડાણની અસુવિધાને ધ્યાનમાં રાખીએ તો, નવી નીતિ મેટ્રો સ્ટેશનની કોઈ પણ બાજુ પર પાંચ કિમીના કેચમેન્ટ એરિયા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું સુનિશ્ચિત કરવા ઇચ્છે છે, જે માટે રાજ્ય સરકારોને ફીડર સર્વિસ, વોકિંગ અને સાઇકલિંગ પાથવેઝ અને પેરા-ટ્રાન્સપોર્ટ સુવિધાઓ પ્રસ્તુત કરવા જેવા નોન-મોટરાઇઝ ટ્રાન્સપોર્ટ માળખાં મારફતે છેવાડાના જોડાણની જરૂરિયાતો પ્રદાન કરવા પ્રોજેક્ટ્સ રિપોર્ટ્સમાં કટિબદ્ધતા વ્યક્ત કરવાની જરૂર પડશે.

નવા મેટ્રો પ્રોજેક્ટ્સની દરખાસ્તો રજૂ કરનાર રાજ્ય સરકારોને પ્રોજેક્ટ રિપોર્ટમાં આ પ્રકારની સેવાઓ માટે જરૂરી દરખાસ્તો અને રોકાણોનો સંકેત આપવો પડશે.સરકારી પરિવહન માટે પસંદ કરવામાં આવેલા ઓછા ખર્ચની સામૂહિક પરિવહન પદ્ધતિ સુનિશ્ચિત કરવા ઇચ્છતી નવી નીતિ વૈકલ્પિક વિશ્લેષણને ફરજિયાત બનાવે છે, જે માટે સામૂહિક પરિવહનની અન્ય પદ્ધતિઓ માટે મૂલ્યાંકનની જરૂર છે, જેમ કે માગ, ક્ષમતા, ખર્ચ અને સરળ અમલીકરણની દ્રષ્ટિએ બીઆરટીએસ (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ), લાઇટ રેલ ટ્રાન્ઝિટ, ટ્રામવેઝ, મેટ્રો રેલ અને રિજનલ રેલ. અર્બન મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (યુએમટીએ)ની સ્થાપના ફરજિયાત બનાવવામાં આવી છે, જે ક્ષમતાઓના અસરકારક ઉપયોગ માટે સંપૂર્ણ મલ્ટિ-મોડલ ઇન્ટિગ્રેશન સુનિશ્ચિત કરવા શહેરો માટે વિસ્તૃત મોબિલિટી પ્લાન્સ તૈયાર કરે છે.

  • નવી મેટ્રો રેલ નીતિ નવા મેટ્રો પ્રોજેક્ટ્સની દરખાસ્તોની કડક આકારણી માટેની અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન ટ્રાન્સપોર્ટ જેવી સરકારી સંસ્થાઓ અને સેન્ટર્સ ઓફ એક્સલન્સ જેવી અન્ય સંસ્થાઓ દ્વારા સ્વતંત્ર થર્ડ પાર્ટી મૂલ્યાંકનની જોગવાઈ ધરાવે છે, જેની ક્ષમતા જરૂર જણાશે તેમ આ સંબંધમાં વધશે.

મેટ્રો પ્રોજેક્ટ્સના મહત્વપૂર્ણ સામાજિક, આર્થિક અને પર્યાવરણીય લાભની નોંધ લઈને નીતિમાં વૈશ્વિક પદ્ધતિઓને અનુસરીને મેટ્રો પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા વર્તમાન 8 ટકા વળતરના નાણાકીય આંતરિક દરથી 14 ટકા વળતરના આર્થિક આંતરિક દરમાં સ્થળાંતરિત થવાનું જણાવવામાં આવ્યું છે.

શહેરી સામૂહિક પરિવહન પ્રોજેક્ટ્સને શહેરી પરિવહન પ્રોજેક્ટ્સ તરીકે જ ન જોવા જોઈએ, પણ શહેરી વિસ્તારોની કાયાપલટ કરનારા પ્રોજેક્ટ્સ તરીકે લેવા જોઈએ તેવી નોંધ સાથે નવી નીતિમાં મેટ્રો કોરિડોરને સમાંતર નાના અને ગીચ શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (ટીઓડી) ફરજિયાત કરવામાં આવ્યું છે, કારણ કે ટીઓડી શહેરી વિસ્તારોમાં જમીનનો અસરકારક ઉપયોગ સક્ષમ બનાવવા ઉપરાંત પ્રવાસના સમયમાં ઘટાડો કરે છે. નીતિ અંતર્ગત રાજ્ય સરકારોને ‘બેટરમેન્ટ લેવી’ મારફતે અસ્કયામતના મૂલ્યોમાં વધારે હિસ્સો ઝડપી મેટ્રો પ્રોજેક્ટ્સને નાણાકીય જોગવાઈ પૂરી પાડવા માટે સંસાધનો ઊભા કરવા વેલ્યુ કેપચ્યોર ફાઇનાન્સિંગ ટૂલ્સ જેવી નવી વ્યવસ્થાઓ અપનાવવાની જરૂર છે.

  • મેટ્રો પ્રોજેક્ટ્સની નાણાકીય વાયાબિલિટી સુનિશ્ચિત કરવા ઇચ્છતી નવી મેટ્રો રેલ નીતિમાં રાજ્ય સરકારોએ પ્રોજેક્ટ રિપોર્ટમાં સ્પષ્ટ સંકેત આપવો પડશે કે તેણે સ્ટેશનો અને અન્ય શહેરી જમીન પર વાણિજ્યિક/પ્રોપર્ટી વિકસાવવા માટે કયા પગલાં લીધા છે તથા જાહેરાતો, જગ્યાને ભાડાપટ્ટે આપવા વગેરે મારફતે ભાડા સિવાયની મહત્તમ આવક પેદા કરવા અન્ય કયા માધ્યમોનો ઉપયોગ કર્યો છે, જેને કાયદાકીય સમર્થન પ્રાપ્ત હોવું જરૂરી છે. રાજ્ય સરકારોને તમામ જરૂરી મંજૂરીઓ મેળવવી પણ પડશે.

નવી નીતિ રાજ્યોને નિયમો અને નિયમનો બનાવવાની તથા ભાડાના દરમાં સમયેસમયે સુધારાવધારા કરવા માટે કાયમી ફેર ફિક્સેશન ઓથોરિટી સ્થાપિત કરવાની સત્તા આપે છે. રાજ્યો મેટ્રો પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે કેન્દ્ર સરકારની સહાય મેળવવા નીચેના ત્રણમાંથી કોઈ પણ એક વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. તેમાં સામેલ છેઃ નાણાં મંત્રાલયની વાયાબિલિટી ગેપ ફંડિંગ સ્કીમ હેઠળ કેન્દ્ર સરકારની સહાય સાથે પીપીપી, ભારત સરકારની સહાય, જે અંતર્ગત પ્રોજેક્ટ ખર્ચનો 10 ટકા હિસ્સો કેન્દ્ર સરકાર દ્વારા લમ્પ સમ તરીકે આપવામાં આવશે તથા 50:50 કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે ઇક્વિટી શેરિંગ મોડલ. જોકે આ ત્રણ વિકલ્પો હેઠળ ખાનગી ભાગીદારીનો વિકલ્પ ફરજિયાત છે.

નીતિ વિવિધ રીતે મેટ્રો સર્વિસના ઓ એન્ડ એમમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીની...

  1. ફી સહિત ખર્ચનો કોન્ટ્રાક્ટઃ ખાનગી ઓપરેટરને સિસ્ટમના ઓ એન્ડ એમ માટે માસિક/વાર્ષિક ચુકવણી કરવામાં આવે છે. આ સેવાની ગુણવત્તાને આધારે નિશ્ચિત અને બદલાતી હોઈ શકે છે. માલિક દ્વારા કામગીરી અને આવકનું જોખમ ઉઠાવવામાં આવે છે.
  2.  કુલ ખર્ચનો કોન્ટ્રાક્ટ: કોન્ટ્રાક્ટના ગાળા માટે ખાનગી ઓપરેટર નિશ્ચિત રકમ ચુકવે છે. ઓપરેટરને ઓ એન્ડ એમનું જોખમ ઉઠાવવું પડે છે, ત્યારે માલિકને આવકનું જોખમ વેઠવું પડે છે.
  3.  ચોખ્ખા ખર્ચનો કોન્ટ્રાક્ટ – પ્રદાન કરવામાં આવેલી સેવાઓ બદલ ઓપરેટર સંપૂર્ણ આવક મેળવે છે. જો આવક ઓ એન્ડ એમ ખર્ચથી ઓછી હોય, તો માલિક વળતર આપવા સંમત થઈ શકે છે.
    અત્યારે 8 શહેરોમાં કુલ 370 કિમીની કુલ લંબાઈ ધરાવતા મેટ્રો પ્રોજેક્ટ્સ કાર્યરત છે, જેમાં દિલ્હી (217 કિમી), બેંગાલુરુ (42.30 કિમી), કોલકાતા (27.39 કિમી), ચેન્નાઈ (27.36 કિમી), કોચી (13.30 કિમી), મુંબઈ (મેટ્રો લાઇન 1 – 11.40 કિમી, મોનો રેલ ફેઝ 1 – 9.0 કિમી), જયપુર – 9.0 કિમી અને ગુરુગ્રામ (રેપિડ મેટ્રો – 1.60 કિમી).
    13 શહેરોમાં કુલ 537 કિમીના મેટ્રો પ્રોજેક્ટ્સ નિર્માણાધિન છે, જેમાં આઠ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ ઉપર કર્યો છે. મેટ્રો સેવાઓ મેળવનાર નવા શહેરો છેઃ હૈદરાબાદ (71 કિમી), નાગપુર (38 કિમી), અમદાવાદ (36 કિમી), પૂણે (31.25 કિમી) અને લખનૌ (23 કિમી).
  4. 10 નવા શહેરો સહિત 13 શહેરોમાં કુલ 595 કિમીની લંબાઈ ધરાવતા મેટ્રો પ્રોજેક્ટ્સ આયોજન અને મૂલ્યાંકનના વિવિધ તબક્કાઓમાં છે. આ પ્રોજેક્ટ્સ છેઃ દિલ્હી મેટ્રો ફેઝ 4-103.93 કિમી, દિલ્હી એન્ડ એનસીઆર – 21.10 કિમી, વિજયવાડા – 26.03 કિમી, વિશાખાપટનમ – 42.55 કિમી, ભોપાલ – 27.87 કિમી, ઇન્દોર – 31.55 કિમી, કોચી મેટ્રો ફેઝ 2 – 11.20 કિમી, ગ્રેટર ચંદીગઢ રિજન મેટ્રો પ્રોજેક્ટ – 37.56 કિમી, પટણા – 27.88 કિમી, ગૌહાટી – 61 કિમી, વારાણસી – 29.24 કિમી, થિરુવનંતપુરમ અને કોઝિકોડ (લાઇટ રેલ ટ્રાન્સપોર્ટ) – 35.12 કિમી અને ચેન્નાઈ ફેઝ 2 – 107.50 કિમી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp