1 જુલાઈથી મફતની ગિફ્ટ લેવી પડશે મોંઘી, જાણો કોણ આવશે દાયરામાં?

PC: floweraura.com

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ ફાયનાન્સ એક્ટ 2022ની સેલ્સ પ્રમોશન ગાઈડલાઈનમાં બદલાવ કર્યો છે. એવામાં સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્શર માટે ફ્રીની ગિફ્ટ પર ટેક્સ માટે TDS ચુકવવુ અનિવાર્ય હશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત 1 જુલાઈ, 2022થી આપવામાં આવતી ફ્રી ગિફ્ટ પર 10 ટકા ટેક્સ લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલના સમયે પ્રમોશનના નામે પ્રભાવકો અને ડૉક્ટરોને સીધા પૈસા ન આપીને મોંઘીદાટ ભેટ આપવામાં આવી રહી છે. જોકે, હવે ફ્રી ગિફ્ટ મેળવવી મોંઘી થવા જઈ રહી છે, કારણ કે હવે સરકાર મફતમાં આપવામાં આવતી ગિફ્ટને ટેક્સના ઘેરામાં લાવશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ ફાયનાન્સ એક્ટ 2022ની સેલ્સ પ્રમોશન ગાઇડલાઇન્સમાં સુધારો કર્યો છે. આ કાયદામાં એક નવો ટેક્સ નિયમ ઉમેરવામાં આવ્યો છે, જેમાં સોશિયલ મીડિયા પ્રભાવકો અને ડૉક્ટરોએ મફતમાં મળતી ગિફ્ટ પર TDS ચૂકવવાનું ફરજિયાત રહેશે. જોકે, CBDT એ સ્પષ્ટ કર્યું છે કે, જો કંપની આપવામાં આવનારી ભેટ પરત કરે, તો તે ગિફ્ટ પર TDS લાગુ પડશે નહીં.

CBDTએ કહ્યું કે કાર, મોબાઈલ, આઉટફિટ, કોસ્મેટિક પ્રોડક્ટ્સ ગિફ્ટ તરીકે કરવામાં આવી રહી છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ ઉત્પાદનો ઉપયોગ કર્યા પછી પરત કરવામાં આવે છે. આવા ઉત્પાદનોને CBDTના 194R કાયદાની બહાર રાખવામાં આવશે. પરંતુ જો ઉત્પાદનો પાછા લેવામાં ન આવે, તો તેને તે વ્યક્તિની કમાણીના ભાગરૂપે ઉમેરવામાં આવશે. આવા કિસ્સામાં, તે વ્યક્તિએ 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

આ પ્રકારની ગિફ્ટ જેવી કે કાર, ટેલિવિઝન, કમ્પ્યુટર, સોનાના સિક્કા, મોબાઈલ ફોન, ફોરેન જવા માટેની ટિકિટ વગેરે પર ટેક્સ લાગી શકે છે. જો કોઈ કંપની હોસ્પિટલ સ્ટાફ અને કન્સલ્ટન્ટને દવાઓનું સેમ્પલ મફત આપે તો તે TDSના દાયરામાં આવશે. CBDT અનુસાર, જો કોઈ ડૉક્ટર અથવા સલાહકાર આ ભેટ સ્વીકારે, તો તેનો ટેક્સ હોસ્પિટલના ખર્ચમાં ઉમેરવામાં આવશે. આ પછી, હોસ્પિટલ તેના કર્મચારીઓના પગાર ખર્ચમાંથી ટેક્સ કાપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp