હવે ઇરાનને રૂપિયા આપી ક્રૂડ ખરીદી શકશે ભારત

PC: fool.ca

ભારતે કાચા તેલની ખરીદીમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે ઇરાનને ક્રૂડના બદલામાં ચૂકવણી રૂપિયામાં કરવામાં આવશે સૂત્રોના જણાવ્યા અનુસાર ભરાતીય રિફાઇનરી કંપનીઓ નેશનલ ઇરાનિઅલ ઓયલ કંપનીઓ ના યુકો બેંક ખાતામાં ચૂકવણી કરવામાં આવશે જણાવી દઇએ કે અમેરીકામાં પ્રતિબંધ છતા ભારત અને અન્ય સાત દેશોને ઇરાનથી ક્રૂડ ખરીદવાની છૂટ આપવામાં આવી છે. ઇરાન પર આ પ્રતિબંધ 5 નવેમ્બરથી લાગૂ કરવામાં આવેલ છે. જે બાદ રૂપિયામાં ચૂકવણી કરવા માટે સહિત એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા.

 અમેરીકા પ્રતિબંધો છતા ભારત દ્વારા ઇરાનને ખાદ્યાન્ન, દવાઓ અને ચિકિત્સા ઉપકરણોની નિકાસ કરવામાં આવી શકે છે. ક્રૂડની ચૂકવણીની અડધી રકમ નિકાસથી મળતા રૂપિયામાં કરવામાં આવશે. ભારતને અમેરીકા તરફથી આ છૂટ આયાત ઘટાડવા તેમજ એસ્ક્રો ચૂકવણી કર્યા બાદ મળી છે. આ 180 દિવસની છૂટ દરમિયાન ભારત પ્રતિ દિવસ ઇરાન તરફથી વધુમા વધુ ત્રણ લાખ બેરલ કાચા તેલની આયાત કરી શકશે. આ વર્ષે ભારતનું કાચા તેલની લગભગ આયાત 560000 બેરલ પ્રતિ દિવસ રહ્યો છે.

ભારત ચીન બાદ ક્રૂડનો સૌથી મોટો ખરીદદાર છે. હવે ઇરાનથી ભારત દર મહિને 12.5 લાખ ટન એટલેકે 1.5 કરોડ ટન વર્ષે કે પછી ત્રણ લાખ બૈરલ પ્રતિ દિવસ કાચા તેલની ખરીદી કરે છે. નાણકીય વર્ષ 2017-18માં ભારતે ઇરાનમાંથી 2.26 કરોડ ટન એટલેકે 452000 બેરલ પ્રતિ દિવસ ક્રૂડની ખરીદી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp