હવે આ કંપની પણ કર્મચારીઓની હકાલપટ્ટીની તૈયારીમાં, હજારોને છૂટા કરે તેવો રિપોર્ટ

PC: workplacepsychology.wordpress.com

મેટા, ટ્વીટર, એમેઝોન અને ઓયો સહિત કેટલીક મોટી કંપનીઓ બાદ હવે પેપ્સીકો પણ મોટા પાયા પર કર્મચારીઓની હકાલપટ્ટી કરવા જઇ રહી છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, પેપ્સીકો ઇંક પોતાના ન્યુયોર્ક સ્થિત હેડક્વાર્ટરના સ્નેક અને બેવરેજ યૂનિટ્સ સંબંધિત 100થી વધારે કર્મચારીઓને બર્ખાસ્ત કરવાની યોજના બનાવી રહી છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ નિર્ણય સંગઠનને સરળ બનાવવાના ઇરાદાથી કરવામાં આવ્યો છે. જોકે, કંપનીએ લેઓફને લઇને હજુ સુધી કોઇ ઓફિશિયલ નિવેદન નથી આપ્યું. પેપ્સિકોના પ્રવક્તાઓએ ટિપ્પણી માટે અખબારના સવાલેનો તુરંત જવાબ નથી આપ્યો. આ ખબર બાદ કંપનીના શેરોમાં 0.1 ટકાની તેજી આવી છે.

અખબારના રિપોર્ટ અનુસાર, કર્મચારીઓને મોકલવામાં આવેલા એક ઇન્ટરનલ મેમોમાં પેપ્સીકોએ કર્મચારીઓને કહ્યું કે, લેઓફનો ઉદ્દેશ્ય સંગઠનને સરળ બનાવવાનો છે, જેથી અમે પહેલાની સરખામણીમાં વધારે કુશળતાથી કામ કરી શકીએ. સૂત્રોએ કહ્યું કે, આ કારોબારમાં ભારમાં લેઓફ થશે, કારણ કે, સ્નેક્સ યૂનિટે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ કાર્યક્રમ સાથે પહેલેથી જ લેઓફ કર્યા છે.

ભારત સહિત વિશ્વની દિગ્ગજ કંપનીઓમાં લેઓફનું ભૂત કર્મચારીઓને હાલ પાછળ છોડવાની તૈયારી નથી. એમેઝોન, એપલ અને મેટા સહિત મોટી અમેરિકન ટેક કંપનીઓ હજારોની સંખ્યા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે. આ કડીમાં હવે ઓનલાઇન હોટલ એગ્રીગેટર કંપની ઓયોનું નામ પણ જોડાઇ ગયું છે. ઓયો લગભગ 600 કર્મચારીઓનું લેઓફ કરી રહી છે.

મીડિયામાં આવેલી ખબરો અનુસાર, જે 600 કર્મચારીઓનું લેઓફ થશે, તેમાંથી વધારે પડતી ટેક ટીમમાં હશે. તે સિવાય પ્રોડક્ટ અને એન્જિનિયરિંગ ટીમના લોકો પણ બહારનો રસ્તો બતાવવામાં આવશે. ઓયોએ પાછલા બે વર્ષમાં બીજી વખત કર્મચારીઓનું લેઓફ કર્યું છે. આનાથી પહેલા ડિસેમ્બર 2022માં ઓયોએ 300 કર્મચારીઓને હટાવ્યા હતા.

એ સિવાય એમેઝોનની આવનારા મહિનાઓમાં કમસે કમ 20000 કર્મચારીઓને કાઢવાની યોજના છે. લેઓફ દરમિયાન ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરના વર્કર્સ, ટેક્નોલોજી સ્ટાફ અને કોર્પોરેટ એક્ઝીક્યુટિવ શામેલ છે. કંપ્યુટર વર્લ્ડના એક રિપોર્ટ અનુસાર, એમેઝોન મહામારી દરમિયાન મોટા સ્તર પર ભર્તી બાદ પોતાની વર્કફોર્સને વ્યવસ્થિ કરી રહી છે.

આ ઘટનાક્રમની જાણકારી રાખનારા સૂત્રો અનુસાર, એમેઝોનના કર્મચારીઓને ફક્ત 1થી લેવલ 7નો રેન્ક આપવામાં આવ્યો છે. આ લેઓફથી તેના દરેક લેવલના કર્મચારી પ્રભાવિત થશે. કોરોના મહામારી દરમિયાન વધારે ભર્તિઓ અને કંપનીની નાણાંકીય સ્થિતને જોતા કોસ્ટ કટિંગની જરૂરિયાતને જોતા લેઓફ કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp