શું હવે ભાડૂઆતે પણ ચૂકવવો પડશે 18% GST? સરકારે જણાવી હકીકત

PC: dnaindia.com

GSTને લઈને સતત સમાચાર આવી રહ્યા છે. સરકારે 18 જુલાઈથી GSTના નવા નિયમો લાગુ કર્યા છે. જો તમે કોઈપણ રહેણાંક મિલકતમાં ભાડા પર રહેતા હોવ તો તમારે ભાડા ઉપરાંત 18% GST ચૂકવવો પડશે. છેલ્લા કેટલાક દિવસોથી આ સમાચાર વાયરલ થઈ રહ્યા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાડા સિવાય ભાડુઆતને 18% GST પણ ચૂકવવો પડશે. ચાલો નવીનતમ અપડેટ્સ જાણીએ.

PIB ફેક્ટ ચેકે આ વાયરલ મેસેજની તપાસ કરી હતી. આ પછી PIBએ આ સમાચારને નકલી ગણાવ્યા. PIB ફેક્ટ ચેકે કહ્યું કે ઘર ભાડા પર 18% GSTના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. આટલું જ નહીં આ અંગે સરકારનું નિવેદન પણ સામે આવ્યું છે.

એક ટ્વીટમાં PIBએ જણાવ્યું હતું કે, 'રહેણાંક એકમનું ભાડું ત્યારે જ કરપાત્ર છે જ્યારે તેને વ્યવસાય કરવા માટે GST રજિસ્ટર્ડ કંપનીને ભાડે આપવામાં આવે.' વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિ તેને અંગત ઉપયોગ માટે ભાડે લે છે, તો તેના પર કોઈ GST ચૂકવવો પડશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, GSTની બેઠક બાદ સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જો કોઈ વ્યક્તિ તેના વ્યવસાયના હેતુ માટે રહેણાંક મિલકત ભાડે આપે છે, તો તેણે GST ચૂકવવો પડશે. અગાઉ, જ્યારે કોઈ વ્યક્તિ કોમર્શિયલ કામ માટે ઓફિસ અથવા બિલ્ડિંગ ભાડે લેતો હતો, ત્યારે જ તેણે લીઝ પર GST ચૂકવવો પડતો હતો. વાસ્તવમાં GSTની બેઠક બાદથી લોકો વધેલા દરનો વિરોધ કરી રહ્યા છે.

નિષ્ણાતોના મતે, જો કોઈ સામાન્ય પગારદાર વ્યક્તિએ રેસિડેન્શિયલ મકાન અથવા ફ્લેટ ભાડા પર લીધો હોય, તો તેણે GST ચૂકવવો પડતો નથી. જ્યારે GST-રજિસ્ટર્ડ વ્યક્તિ અથવા સંસ્થા જે વ્યવસાય કરે છે, જો તેઓ રહેણાંક મકાન અથવા ફ્લેટ ભાડે લે છે, તો માલિકને ભાડા પર 18 ટકા GST ચૂકવવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp