આ મોટી કંપનીની અઠવાડિયામાં 4 દિવસ નોકરી અને 3 દિવસ સાઈડ જોબની ઓફર

PC: businessinsider.in

જાપાનમાં ચાર વર્કિંગ ડેઝ કલ્ચરને અપનાવનારી કંપનીઓની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે. તેનો ઉદ્દેશ્ય કર્મચારીઓને સારી વર્ક લાઈફ બેલેન્સની સુવિધા આપવાનો છે. હવે દેશની સૌથી મોટી કંપનીઓમાંથી એક Panasonic Corp.એ પોતાના કર્મચારીઓ માટે ઓપ્શનલરીતે ચાર દિવસના વર્કિંગ વીકની શરૂઆતની જાહેરાત કરી છે. ઓસાકા સ્થિત દિગ્ગજ ઈલેક્ટ્રોનિક્સ કંપનીએ પોતાના કર્મચારીઓને ઓફના દિવસોમાં સાઈડ જોબ કરવા અને વોલન્ટિયર રીતે કોઈપણ કામ કરવાની પરવાનગી આપવાની જાહેરાત કરી છે. કંપનીના CEO Yuki Kusumiએ ગત અઠવાડિયે ઈન્વેસ્ટર્સને આ વાતની જાણકારી આપી. Yuki Kusumiએ કહ્યું, અમારા ડાયવર્સ હ્યુમન કેપિટલને સારી વર્ક સ્ટાઈલ અને લાઈફ સ્ટાઈલ આપવાની જવાબદારી અમારી છે. તેમણે કહ્યું કે, કર્મચારીઓને તેમના પાર્ટનરનું ટ્રાન્સફર બીજા લોકેશન પર થયા બાદ ઘરેથી કામ કરવાની પરવાનગી આપવામાં આવશે.

Panasonic દુનિયાની પહેલી કંપની નથી, જે ચાર દિવસના વર્કિંગ વીક અને ત્રણ દિવસ સાઈડ જોબની ઓફર દ્વારા કર્મચારીઓને લલચાવવાનો પ્રયત્ન કરી રહી છે. Amazon.com Incએ 2018માં કેટલાક કર્મચારીઓ માટે પાયલટ આધાર પર ચાર દિવસના વર્કિંગ વીકને લાગૂ કર્યો હતો. એ જ રીતે કંન્ઝ્યુમર ગુડ્સ બનાવનારી કંપની Unilever Plcએ ડિસેમ્બર 2020માં ન્યૂઝીલેન્ડના પોતાના સ્ટાફ માટે ચાર દિવસના વર્કિંગ વીકની ટ્રાયલ આધાર પર એક વર્ષ માટે શરૂઆત કરી હતી. આયર્લેન્ડ અને આઈસલેન્ડ જેવા દેશોમાં પણ તેને લાગૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, પણ ઘણા એવા દેશો છે, જે ચાર દિવસના વર્કિંગ વીકની શરૂઆત કરવાની ભલામણ કરી રહ્યા છે. ચાર દિવસના વર્કિંગ વીકની પાછળ કર્મચારીઓના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય તેમજ ફેમિલી લાઈફને વધુ સારી બનાવવાનો ઉદ્દેશ્ય છે.

જાપાનમાં કેટલાક સાંસદ કર્મચારીઓના સારા સ્વાસ્થ્ય માટે બે દિવસના ઓફની સાથે એક દિવસનો એક્સ્ટ્રા ઓફ આપવાના પ્રપોઝલ પર ચર્ચા કરી રહ્યા છે. જોકે, જાપાનમાં હજુ પણ ચાર દિવસ વર્કિંગ વીકની પરવાનગી આપનારી કંપનીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. 2020માં લેબર મિનિસ્ટ્રી દ્વારા કરાવવામાં આવેલા સર્વે અનુસાર, માત્ર 8 ટકા કરતા વધુ જાપાની કંપનીઓ બે દિવસ કરતા વધુ ગેરેંટેડ ઓફની રજૂઆત કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર, કોવિડ-19ની ટ્રીટમેન્ટ માટે ઓરલ મેડિસિન બનાવી રહેલી Shionogi & Co. એપ્રિલ મહિનાથી દર અઠવાડિયામાં ત્રણ દિવસનો ઓફ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp