મંદીના આક્ષેપોનો ફિયાસ્કો, કરોડોની ખરીદીથી બજાર ફૂલગુલ

PC: blogspot.com

નોટબંધી તથા જીએસટીને કારણે બજારમાં મંદીનો માહોલ હોવાનું વેપારીઓ તથા વિરોધીઓના કકળાટને ચૂપ કરી દેતી ખરીદી બજારમાં નીકળતા સૌની બોલતી બંધ થઇ ગઇ છે.

દીવાળીની ખરીદી ધનતેરસથી શરૂ થઇ છે. છેલ્લા બે દિવસથી સુરત સહિતના તમામ શહેરોના બજારમાં ભીડ જોવા મળી હતી. કપડાં તથા સોના ચાંદીની ખરીદીમાં તેજી જોવા મળી હતી. જો કે ધનતેરસ પહેલાં ખરીદીનો માહોલ જણાતો ન હતો, તેથી વેપારીઓમાં નિરાશા જોવા મળતી હતી. પરંતુ દીવાળી નજીક આવવા સાથે જ લોકોએ ખરીદી શરૂ કરતાં બજારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઓટામોબાઇલ સેક્ટરમાં પણ ખરીદી જોવા મળી હતી.

માત્ર ગુજરાતમાં જ 200 કરોડના સોના-ચાંદીના ઘરેણાની ખરીદી થઇ હોવાનો અંદાજ છે. કાર, ટુ વ્હીલર, ફલેટ, મકાન, ઓફિસ, દુકાન, ટીવી, ફ્રીઝ, વોશીંગ મશીન, ઓવન વગેરેની ધુમ ખરીદી થઇ હતી. મકાનોના સોદા પણ મોટા પ્રમાણમાં થયા હતા. જવેલર્સ દ્વારા હપ્તે-હપ્તેથી ખરીદીની ઓફર અને ઝીરો મેકીંગ ચાર્જ ફીથી ગ્રાહકોને આકર્ષવામાં આવ્યા હતા. ગ્રાહકોએ લાઇટવેટ ઘરેણાની મોટાપાયે ખરીદી કરી હતી. કાર અને ટુ વ્હીલર માર્કેટમાં જબરજસ્ત ઓફર અને ડિસ્કાઉન્ટને કારણે ખરીદી મોટા પ્રમાણમાં જોવા મળી હતી .

ટુ વ્હીલરમાં 25 ટકા અને કાર બજારમાં 25 થી 40 ટકાનો વેચાણમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે. હોમ એપ્લાયન્સીસના વેચાણમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ટીવી, ફ્રીઝ, વોશીંગમશીન, એસીની ધુમ ખરીદી થઇ હતી એટલુ જ નહી ફર્નીચર, વાસણની બજારોમાં પણ અડધી રાત સુધી ખરીદી જોવા મળી હતી. એસોચેમના કહેવા મુજબ દરેક ગ્રાહક 5 થી 10 હજારની ખરીદી કરે છે. ત્રણ દિવસમાં જ બજારોમાં હજારો કરોડનો વેપાર થયો છે.

નોટબંધી તથા જીએસટીને કારણે બજારમાં રૂપિયા ફરતા નથી, એવી ચર્ચા ઘણા વખતથી ચાલી રહી હતી. પરંતુ દીવાળીની ખરીદી સાથે વેપારીઓના મોં ઉપર લાલી જોવા મળી હતી. જીએસટી અંગે હજુ પણ કકળાટ ચાલે છે. બીજી તરફ સરકારે પણ જીએસટીના દર લગભગ 22 ચીજો ઉપર ઘટાડ્યા છે અને હજુ પણ કેટલીક ચીજોને છુટ મળી શકે એમ છે, એ સંકેત પણ બજાર માટે પોઝીટીવ છે. આ કારણથી જ નોટબંધી તથા જીએસટીના ટીકાકારોની બોલતી બંધ થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp