અધધ...રૂ.105 કરોડમાં વેયાયેલા માત્ર 1 જ હીરાએ આખી કંપનીને ડૂબતા બચાવી

PC: indiatimes.com

સાઉથ આફ્રિકાની એક ડાયમંડ માઇન્સમાંથી મળેલા 20 કેરેટના એક બ્લુ ડાયમંડના વેચાણને કારણે કંપની આર્થિક સંકડામણથી બચી ગઇ છે.છેલ્લાં એક વર્ષથી પોલીશ્ડ ડાયમંડના ભાવ ઘટવાને કારણે મુશ્કેલીમાં મુકાયેલી ડાયમંડ માઇન્સ કંપનીમાં બ્લુ ડાયમંડે નવો પ્રાણ ફુંક્યો છે.આ ડાયમંડ 15 મિલિયન ડોલર એટલે કે 105 કરોડમાં રૂપિયામાં વેચાતા કંપની આર્થિક રીતે સધ્ધર બની છે. ડાયમંડ કુલીનાન માઇન્સમાંથી મળ્યો હતો.

સાઉથ આફ્રિકામાં આવેલી પેટ્રા ડાયમંડ માઇન્સ વેલ્યુએબલ ડાયમંડ શોધવા માટે જાણીતાી છે. આ કંપનીની કુલીનાન માઇન્સમાંથી સપ્ટેમ્બરમાં એક બ્લુ ડાયમંડ મળ્યો હતો જે 20 કેરેટનો હતો.આ ડાયમંડ 105 કરોડમાં રૂપિયામાં વેચાયો છે.બ્લુ ડાયમંડના વેચાણ પછી કંપનીના શેરના ભાવમાં 11 ટકાનો ઉછાળો આવ્યો હતો.

બ્રિટનની રાણી જે ક્રાઉન પહેરે છે તેમાનો બ્લુ ડાયમંડ પણ કુલીનાન માઇન્સમાંથી મળ્યો હતો.પેટ્રા ડાયમંડની કુલીનાન માઇન્સમાંથી 1905માં વિશ્વનો સૌથી મોટો હીરો પણ મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp