PNBની ગાંધીગીરી: જો તમે વ્યાજ નહીં ચૂકવ્યું હોય તો આવા લોકો આવશે તમારા ઘરે

PC: financialexpress.com

પંજાબ નેશનલ બેંક (PNB)ના કર્મચારીઓએ બાકી રૂપિયાની વસુલાત કરવા માટે 'ગાંધીગીરી' શરૂ કરી દીધી છે. આ અંતર્ગત બેંકના કર્મચારીઓ ડિફોલ્ટરો અને લેણદારોની ઓફિસની બહાર શાંતિથી તકીયા લઈને બેસે છે. PNBને આશા છે કે આ રીતે ચૂકવણી કર્યા વિના ભાગી જનાર લેણદારોને શરમાવીને તેમની પાસેથી દર મહિને 150 કરોડ રૂપિયાની વસૂલી કરી શકાશે. PNBનું ગાંધીગીરી મિશન એક વર્ષ સુધી ચાલશે.

સાર્વજનિક ક્ષેત્રની આ બેંકમાં 13,000 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યા બાદ PNB ફક્ત વિરોધ સહન કરી રહ્યું છે. મિશન ગાંઘીગારીની શરૂઆત PNBએ મે 2017માં કરી હતી. મિશનના પગલે બેંકની ટીમ લેણદારોની ઓફિસ અને ઘરની બહાર શાંતિથી બેસે છે. હાલમાં બેંકના 1, 144 ફિલ્ડ કર્મચારીઓ આ અભિયાનમાં જોડાયા છે.

PNBએ નિવેદનમાં જણાવ્યું હતું કે આ અભિયાનનો ઉદ્દેશ્ય આ તમામ લેણદારો સાથે વાતચીત કરીને દર મહિને 100થી 150 કરોડની રકમ વસૂલાત કરવાનું છે. બેંકે આવા 250 ડિફોલ્ટરોના ફોટો પેપરમાં પ્રસિધ્ધ કર્યા છે.

બેંકે જણાવ્યું છે કે આવા લેણદારો વિરૂદ્ધ આક્રમક રીતે પગલા લઈને ગયા મહિને 150 પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. બેંકે આવા 37 ડિફોલ્ટર્સ વિરૂદ્ધ FIR પણ નોંધાવી છે. આ ઉપરાંત લેણાની વસૂલાત કરવા માટે તેણે ડેટા એનાલિસિસ અને રિસ્ક મેનેજમેન્ટ સાથે જોડાણ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp