Paytmના નબળા પરિણામો, છતાં શેરમાં 8%નો ઉછાળો

PC: paytm.com

Paytmની પેરેન્ટ કંપની વન97 કમ્યુનીકેશનના માર્ચ, 2022મા સમાપ્ત થયેલા ક્વોર્ટરમાં પરિણામો આશા કરતા ખરાબ રહ્યાં હતાં. છતાં પણ સોમવારના સેશનમાં કંપનીના શેરમાં લગભગ 8 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. વન97 કમ્યુનીકેશન ના 20મી મેના દિવસે પરિણામો જાહેર થયા હતા. પરિણામો મુજબ ગયા ક્વોર્ટરમાં કંપનીની ખોટ વધીને 762.5 કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે ગયા વર્ષે આ જ ક્વોર્ટરમાં તેને 444.4 કરોડ રૂપિયાની ખોટ ગઇ હતી. જોકે, કંપનીના રેવન્યુમાં સારો એવો વધારો જોવા મળ્યો હતો.

ગોલ્ડમેન સેક્સે કંપનીના શેર માટે 1070 રૂપિયાનો ટારગેટ આપ્યો છે અને ‘બાય’ રેટિંગ આપવામાં આવી છે. ચોથા ક્વોર્ટરના પરિણામો દ્વારા જાણવા મળ્યું છે કે, પેમેન્ટ વર્ટિકલ્સના મોનેટાઇઝેશનમાં સુધારો નોંધાયો છે. ફાઇનાન્શિયલ સર્વિસ અને ક્લાઉડ બિઝનેસમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે.

તો અન્ય એક બ્રોકરેજ ફર્મે 450 રૂપિયાના ટાર્ગેટથી સ્ટોક પર અંડરપરફોર્મની રેટિંગ હજુ સ્થિગીત જ રાખી છે. બ્રોકરેજ ફર્મના આધારે હજુ પણ કંપની પ્રોફેટીબીલીટીથી દૂર છે. જોકે, એબીટા લોસમાં થોડોગણો સુધારો જોવા મળ્યો છે અને ઓપરેટિંગ હજુ પણ નબળું જ છે.

ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસ હજુ પણ કમજોર જ છે. જોકે, કોર બિઝનેસ મોડેલમાં અનિશ્ચિતતાઓ હજુ પણ બનેલી છે. કંપનીના એબીટા લોસમાં બ્રેક-ઇવન આવતા હજુ પણ 12 ક્વોર્ટર જેટલો સમય લાગી શકે છે.

બ્રોકરેજ ફર્મ આઇસીઆઇસીઆઇ સિક્યોરીટીઝે કહ્યું છે કે, કંપનીનો એબીટા વર્ષ 2025 સુધી પોઝીટીવ થવાની શક્યતાઓ છે. બ્રોકરેજ ફર્મે કંપનીના શેર માટે કસ્ટમર લાઇફટાઇમ વેલ્યૂ મેથડોલોજીના આધારે 1285 રૂપિયાના પ્રાઇસ ટાર્ગેટ સાથે બાય રેટિંગ આપી છે.

એક અન્ય બ્રોકરેજ ફર્મ યસ સિક્યોરિટીઝે કહ્યું છે કે, કંપનીનો બિઝનેસ સારો દેખાઇ રહ્યો છે, પણ કંપનીએ પ્રોફિટેબલ થવા માટે હજુ લાંબો સમય રાહ જોવી પડશે. બ્રોકરેજ ફર્મે 580 રૂપિયાના પ્રાઇસ ટાર્ગેટ સાથે રિડ્યુસની રેટિંગ આપી છે.

થોડા સમય પહેલા જ કંપની પોતાનો IPO લાવી હતી. આ IPO ત્યાર સુધીનો દેશનો સૌથી મોટો IPO હતો. કંપનીના ભારતીય શેર બજારોમાં લિસ્ટિંગ બાદ રોકાણકારોએ નિરાશ જ થવુ પડ્યું હતું. હજુ પણ કંપનીના શેરોના ભાવ તેના ઇશ્યુ પ્રાઇસથી 70 ટકા નીચે ટ્રેડ કરી રહ્યાં છે. રોકાણકારોને તેમના રોકાણ કરેલા પૈસા રીકવર કરવામાં હજુ પણ લાંબો સમય લાગી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp