મોટો ઝટકોઃ કાર, હોમ, પર્સનલ બધી લોન મોંઘી થશે, જાણો RBIએ રેપોરેટ કેટલો વધાર્યો

PC: ndiatoday.in

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ વર્ષે સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. RBIએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. RBIના કહેવા મુજબ હવે રેપો રેટ 5.90 ટકાથી વધીને 6.25 ટકા થશે. આ નિર્ણયથી હવે હોમ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. MPCની બેઠક બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે પોલિસી રેટ વધારવાની જાહેરાત કરી હતી. અહીં રેપો રેટ વધતા દેશના સામાન્ય માણસને ફરી એકવાર આંચકો લાગ્યો છે.

ગવર્નર શક્તિકાંત દાસે ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નાણાકીય નીતિની બેઠક બાદ આ વર્ષે રેપો રેટમાં સતત પાંચમી વખત વધારો કરવાની જાહેરાત કરી છે. આ પછી હોમ લોન-ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે અને લોકોએ વધુ EMI ચૂકવવી પડશે. આ વર્ષે 2.25 ટકાનો વધારો  થતા વર્ષના છેલ્લા મહિનામાં રેપો રેટમાં તાજેતરના વધારા પછી રેપો રેટ 6.25 ટકા પર પહોંચી ગયો છે.

આ વર્ષે કેન્દ્રીય બેંકે વ્યાજ દરોમાં કુલ 2.25 ટકાનો વધારો કર્યો છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે અમારું લક્ષ્ય દેશમાં મોંઘવારી દરને નિર્ધારિત 6 ટકાના લક્ષ્યાંકથી નીચે લાવવાનો છે. ભારતીય રિઝર્વ બેંકે FY23 માટે CPI ફુગાવાના અનુમાનને 6.7  ટકા પર જાળવી રાખ્યો છે. આ સાથે, આગામી 12 મહિનામાં ફુગાવાનો દર 4 ટકાથી ઉપર રહેવાની ધારણા છે.

દેશમાં રિટેલ મોંઘવારી દર ઓક્ટોબરમાં ઘટીને 6.77 ટકા પર આવી ગયો છે. મુંબઈમાં છ સભ્યોની એમપીસીની બેઠક પછી, RBIના ગવર્નરે રેપો રેટમાં વધારાની જાહેરાત કરતા કહ્યું કે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (એસડીએફ રેટ)ને 6 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF રેટ) અને બેન્ક રેટને 6.5  ટકા સુધી એડજસ્ટ કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 23 માં 6.8 ટકા GDPનો અંદાજ  હોવાનું ગર્વનરે કહ્યુ હતું. RBI ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય વર્ષ 2022-23 માટે GDP વૃદ્ધિ દર 6.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.

રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે એમ પણ કહ્યું કે વૈશ્વિક પડકારો છતાં ભારતનો વિકાસ દર સંતુલિત છે. તેમણે કહ્યું કે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં માંગમાં વધારો થયો છે, જેના કારણે અર્થવ્યવસ્થાને ટેકો મળી રહ્યો છે. રેપો રેટમાં વધારાનો અંદાજ પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp