આર્થિક વ્યવસ્થાને વેગ આપવા ફરી એકવાર RBI કરી શકે છે મોટી જાહેરાત

PC: livemint.com

સાડા છ વર્ષના નીચલાં સ્તરે પહોંચેલા વિકાસ દરને નિયંત્રિત કરવા માટે આરબીઆઈ ફરી એકવાર વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે છે. મંગળવારથી શરૂ થનારી નાણાકીય નીતિ સમિતિની બેઠકના નિર્ણયો 5 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. બેન્કર્સ અને નિષ્ણાતોની આગાહી છે કે રિઝર્વ બેંક આ વર્ષે સતત છઠ્ઠા વર્ષે રેપો રેટમાં ઘટાડો કરશે.

ડિસેમ્બર 2018 માં શક્તિકાંત દાસે ગવર્નરનું પદ સંભાળ્યું ત્યારથી આરબીઆઇએ દરેક એમપીસીની બેઠકમાં રેપો રેટ ઘટાડ્યા છે. વર્ષ 2019થી અત્યાર સુધીમાં પાંચ વખતની બેઠકમાં કુલ 1.35 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તે છતાં અર્થવ્યવસ્થાએ વેગ પકડ્યો નથી અને, તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જુલાઇ-સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 4.5. ટકા પર પહોંચી ગયો છે, જેની સરખામણીએ પ્રથમ ક્વાર્ટરમાં 5 ટકા અને ગયા વર્ષે સમાન ત્રિમાસિકમાં 7 ટકા હતો. ગવર્નરે પહેલેથી જ સંકેત આપી દીધા છે કે વૃદ્ધિ દરમાં સુધારો નહીં થાય ત્યાં સુધી નીતિ દરમાં ઘટાડો ચાલુ રહેશે.

આઈએસએચ માર્કેટના એશિયા પેસિફિકના ચીફ ઇકોનોમિસ્ટ, રાજીવ બિશ્વાસે કહ્યું હતું કે અર્થવ્યવસ્થા અને નાણાકીય પરિસ્થિતિને જોતા, આરબીઆઈ નાણાકીય સમીક્ષામાં નરમ વલણ જાળવશે તેવી મોટી આશા છે. આરબીએલ બેંકના અર્થશાસ્ત્રી રજની ઠાકુરનું કહેવું છે કે, બીજા ભાગમાં વૃદ્ધિ સુધારવા માટે રિઝર્વ બેંક બીજા 0.25 ટકાનો ઘટાડો કરે તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp