સલામ આપણા કૃષિ વૈજ્ઞાનિકોનેઃ ડુંગળીમાં દેશમાં સૌથી વધુ ઉત્પાદકતા આપણા રાજ્યની છે

PC: khabarchhe.com

ભીમ શક્તિ, ભીમ સુપર, ભીમ સુભદ્રા, ભીમ લાલ, ભીમ ડાર્ક રેડ – ઘાટી લાલ, ભીમ સફેદ, ભીમ સ્વેતા – સફેદ  નામની 10 જાતની મોટા દકની 70થી 90 ગ્રામ એક કંદનું વજન ધરાવતી ભીમ ડૂંગળી છે.

25 જાન્યુઆરી, 2018 ના રોજ જુનાગઢ ખાતે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના કૃષિ વિજ્ઞાનીઓએ  મુલાકાત લીધી હતી. ઉપ-કુલપતિ ડો. એ. આર. પાઠક પણ હાજર હતા. ડો.જે.એચ. વેકની, રિસર્ચ સાયન્ટિસ્ટ (લસણ અને ડુંગળી) એ પ્રોજેક્ટ હેઠળ કાર્યરત સ્ટાફની રજૂઆત કરી અને તેના વિશે માહિતી આપી હતી. ગુજરાતની ડુંગળીની સમીક્ષા કરી હતી.

યુનિવર્સિટીમાં ડુંગળી અને લસણ પર કરવામાં આવેલા સંશોધન કાર્ય.  આઇ.યુ. ધ્રુજ, એસોસિયેટ ડિરેક્ટર રિસર્ચ અને ડો. એમ. એ. વદડોરિયા, પ્રોફેસર, જિનેટિક્સ અને પ્લાન્ટ બ્રીડિંગ, કોલેજ ઓફ એગ્રી. બેઠકમાં હાજર રહ્યા હતા. ગુજરાત સફેદ ડુંગળી -1, જુનાગઢ  લાલ ડુંગળી -11 અને ગુજરાત જૂનાગઢ સફેદ ડુંગળી -3  વિકસાવવામાં આવી તે અંગે જાણકારી મેળવી સમીક્ષા કરી હતી.

ગુજરાતની ડૂંગળીની શ્રેષ્ઠ ઉત્પાદકતા

ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ વિકસાવેલી ડુંગળીની જાતો સરેરાશ એક હેક્ટરે 25 ટન ઉત્પાદન આપે છે. જે દેશમાં સૌથી વધુ ઉત્પાદકતા છે. ગુજરાતની ડુંગળી સૌથી વધું ઉત્પાદન આપે છે જે ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓ અને ખેડૂતોની સફળતા છે.

કેન્દ્ર સરકારની સંસ્થાની ભલામણ

હવે, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ગુજરાત અને બીજા રાજ્યો માટે ડુંગળીની નવી વેરાઈટીની ભલામણ કરી છે.

ભીમ સુપર

ભીમ સુપર, ખરીફ સીઝન માટે અને મોડી પાકતી ડુંગળીની ભલામણ કરવામાં આવે છે. 100થી 120 દિવસમાં પાકી જાય છે.

ખરીફમાં ઊપજ 20-22 ટન પ્રતિ હેકટર અને અંતમાં 40-45 ટન એક હેક્ટર થાય છે.

છત્તીસગઢ,, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન અને તમિલનાડુમાં ઉગાડવા માટે ભલામણ કરી હતી.

મહારાષ્ટ્રના સાંઇ કૃપા શેટારી ગેટ, શ્રાવણી, નવાપુર, નંદુરબાર, ના આદિવાસી ખેડુતોના જૂથ નેતા ભીમ સુપરની ખેતી કરી છે. તેમણે 2015 દરમિયાન 9.8 ટન એક એકરે ઉત્પાદન કર્યું હતું. રૂ. 1,44,770  એકર દીઠ નફો કર્યો હતો. ખરીફ 2016માં 11 ટન ઉત્પાદન કરીને રૂ. 82,85૦ એક એકરની ચોખ્ખી આવક મેળવી હતી.

ભીમ શક્તિ

ભીમ શક્તિ એ લાલ ડુંગળીની જાત છે.  ખરીફ સીઝનમાં મોડી વવાવા માટે ખૂબ જ યોગ્ય છે. 120-130 દિવસમાં તૈયાર થઈ ઉપજ 45-50 ટન એક હેક્ટર આપે છે. રવિમાં થાય છે પણ ઉત્પાદન થોડું ઓછું આપે છે. જાતની ભલામણ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, દિલ્હી, યુપી, હરિયાણા, બિહાર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, સાંસદ, છત્તીસગઢ અને ઓરિસ્સા માટે કરી છે.

સંદિપ ચંદ્રસિંહ કોકાણી, મહારાષ્ટ્રના સાંઈશેત્રી મંડળ, શ્રાવણી, નવાપુર, નંદુરબાર, આદિવાસી ખેડૂતોના જૂથ નેતાએ ડુંગળી 2014-15 દરમ્યાન ભીમ શક્તિનું 13.5 ટન એક એકર દીઠ ઉત્પાદન મેળવીને રૂ.1 લાખથી વધું નફો લીધો હતો. આ જાત હવે રાજ્યોમાં 1.31 લાખ એકરમાં ઉગાડવામાં આવે છે. 82 ક્વિન્ટલ બિયારણ વેચવામાં આવ્યું છે.

હરીશ નૂરજી વાલવી, મેરાલીયાહ ખેડૂત બચત ગેટ, પાલિપાડા, નવાપુર, નંદુરબાર, મહારાષ્ટ્રના આદિવાસી ખેડુતોના જૂથ નેતાએ  ડુંગળી ભીમ શક્તિ વાવીને 13 ટન એક એકર ઉત્પાદન કર્યું અને રૂ. 1,15,000 પ્રતિ એકરે આવક મેળવી હતી.

પૂના જિલ્લાના ગોસાસી ગામના ખેડૂત રવિન્દ્ર નમદેવ ગોર્ડે ભીમ શક્તિ ઉગાડી અને પાછલા વર્ષની તુલનામાં 145% વધુ ઉત્પાદન મેળવ્યું હતું. 4 ટનની સામે 9.8 ટન એકર દીઠ ઉત્પાદન મેળ્યું હતું.

43 ક્વિન્ટલ બીજ વેંચી ચૂક્યા છે. 70,000 હેક્ટરમાં ઉગાડવામાં આવે છે. ભીમ શક્તિની ખેતી કરીને એકર દીઠ 70,000-80,000 રૂપિયા મેળવી શકાય છે.

ભીમ સુભદ્રા – ડૂંગળીનો રાજા

સફેદ જાતની છે. ખરીફમાં 120-130 દિવસમાં પાકી જઈને 18-20 ટન હેક્ટર દીઠ થાય છે. અને ખરીફ મોડી ઉગાડાય ચો 36-42 ટન ઉત્પાદન થાય છે. વિદર્ભમાં તેનું વાવેતર વધી રહ્યું છે. 21 ટન સુધી ઉત્પાદન ખેડૂતોએ મેળવીને રૂ.2.50 લાખ સુધીનો નફો મેળવેલો છે. મહારાષ્ટ્રના તેવલ ગામમાં 300 ખેડૂતો ભીમ ડુંગળી ઉગાડે છે.

ભીમ લાલ

રવી પાક માટે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 105થી 110 દિવસમાં પાકી જઈને હેક્ટર દીઠ 30-32 ટન ઉત્પાદન આપે છે. મોડી ઉગાડાય તો 110-120 દિવસમાં પાકી જાય છે. હેક્ટર દીઠ 19-21 ટન ઊતારા સાથે અને ખરીફમાં 110-120 દિવસમાં 48-52 ટન હેક્ટર દીઠ થાય છે.

ભીમ ડાર્ક રેડ – ઘાટી લાલ

ખરીફમાં પાણી વધું હોય તો પણ સામનો કરીને 95-100 દિવસમાં પાકી જઈને 20-22 ટન હેક્ટર દીઠ ઉત્પાદન આપે છે. ગુજરાત માટે ફીટ છે.

ભીમ લાઈટ રેડ – ઓછી લાલ

70-80 ગ્રામનો દડો પાતળું ગળું 13 ટકા ઘન પદાર્થ, 110-115 દિવસમાં ફેર રોપણી પછી 38.5 ટન હેક્ટરે પાકે છે.

ભીમ સ્વેતા – સફેદ

ભીમ સ્વેતા એ સફેદ ડૂંગળીની જાત છે. 110-120 દિવસમાં 18-19 ટન હેક્ટરે ઉત્પાદન આપે છે. રવી માટે ગુજરાતમાં ભલામણ છે.

ભીમ સફેદ

નવી સફેદ જાત છે. 70-80 ગ્રામનો દડો છે. 110-120 દિવસમાં પાકીને 12 ટકા ઘન પદાર્થ ધરાવે છે. હેક્ટરે 185 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp