41 ટકા પ્રોટિન સાથે 20 ટકા તેલથી ભરપુર સોયાબિનની નવી જાત વિકસાવતાં કૃષિ વિજ્ઞાની

PC: khabarchhe.com

કૃષિ વિજ્ઞાનીઓએ સોયાબીનની નવી જાત વિકસાવી છે, જેના આધારે ખેડુતો જંતુનાશકો અને દવાઓનો ખર્ચ બચાવી શકશે અને ઉત્પાદન પણ સારું મળશે. પરંપરાગત ક્રોસ-બ્રીડિંગ તકનીકોનો ઉપયોગ કરીને એમએસીએસ 1407 વિકસાવી છે. બીજમાં 19.81 ટકા તેલ સામગ્રી, 41 ટકા પ્રોટીન હોય છે અને તે સારી અંકુરણ ક્ષમતા દર્શાવે છે.

પુનાના અગ્રકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એઆરઆઈ) ના વૈજ્ઞાનિકોએ એમએસીએસ 1407 જાત વિકસાવી છે. આ જાત આસામ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને પૂર્વોત્તર રાજ્યોમાં વાવેતર માટે યોગ્ય છે.

"અત્યાર સુધી, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ઉગાડવામાં આવે છે. આસામ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગ જેવા રાજ્યો માટે આ નવી જાત વિકસાવી છે. ઘણાં જંતુ-જીવાત જેવા કે ભમરો, પાંદડા ખાણિયો, પાંદડા રોલર, સ્ટેમ ફ્લાય, એફિડ્સ, સફેદ ફ્લાય અને ડિફોલિએટરથી પણ પ્રતિરોધક છે. 104 દિવસમાં તૈયાર થાય છે. અને હેક્ટર દીઠ 39 ક્વિન્ટલ ઉત્પાદન મળે છે.

વર્ષ 2019 માં, ભારતે 90 મિલિયન ટન સોયાનું ઉત્પાદન કર્યું છે, જેમાં પશુ આહાર તેમજ ઘણા પેકેજ્ડ ખાદ્યપદાર્થો માટે છે. ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ પાકના ધોરણો હેઠળ, કૃષિ ધોરણો પરની સેન્ટ્રલ સબ કમિટી દ્વારા તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે.  ભારત સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે.  

સોયાબીન એક ખૂબ જ ઉચ્ચ પ્રોટીન ધરાવતું ખાદ્ય પદાર્થ ગણાય છે. આ સસ્તુ પણ છે. ઇન્ડા, દૂધ કે પનીરમાંથી જે પ્રોટીન મળે છે તેવું પ્રોટીન સોયાબીનમાંથી મળી રહે છે. આ ઉપરાંત બીજા વિટામિન્સ પણ તેમાંથી મળે છે. એટલે શાકાહારીઓ માટે પ્રોટીન મેળવવાનું આ એક ખૂબ જ અસરકારક અને સસ્તુ ખાદ્ય પદાર્થ છે. આની વડીઓ બનાવી કે તેને રાત્રે પલાડીને સવારે અકુરિત સ્વરૂપમાં પણ લોકો ખાતા હોય છે. આ ઉપરાંત તેની સ્ટીક્સ પણ ખૂબ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. આમ સોયાબીન ખૂબ જ ઉપયોગી પ્રોટીનનો સોર્સ ચે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp