સેન્સેક્સે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, 62000 પર બંધ, નિફ્ટી બેંકે બનાવ્યો ઇતિહાસ

PC: thehansindia.com

ભારતીય શેરબજારમાં ગુરુવારે ફુલગુલાબી તેજીને કરાણે સેન્સેક્સે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ભારતી શેરબજારના ઇતિહાસમાં પહેલીવાર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 62,000ની ઉપર બંધ રહ્યો છે. શેરબજારમાં જોવા મળેલી અભૂતપૂર્વ તેજીને કારણે રોકાણકારો અને તેજીના સટોડીયાઓના ચહેરા પર જોરદાર ચમક આવી ગઇ છે. સેન્સેક્સની સાથે સાથે નિફ્ટી બેકિંગ ઇન્ડેક્સે પણ ઇતિહાસ રચી દીધો છે. મુંબઇ શેરબજારમાં ગુરુવારે 762  પોઇન્ટનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો. મોટાભાગના સેકટરોમાં લેવાલી જોવા મળી હતી. લાંબા સમય પછી બજારે ઐતિહાસિક સપાટી તોડી એટલે રોકાણકોરામાં ખુશાલી જોવા મળી હતી.

બેન્કિંગ, આઈટી અને એફએમસીજી શેરોમાં ભારે ખરીદીને કારણે BSE સેન્સેક્સ ઐતિહાસિક રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો છે. ભારતીય શેરબજારના ઈતિહાસમાં પ્રથમ વખત સેન્સેક્સ 62000ના આંકડાને પાર કરીને બંધ થયો છે. તો આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ શેરોમાં આવેલી શાનદાર તેજીને કારણે બેન્ક નિફ્ટી પણ ઐતિહાસિક રેકોર્ડ ઊંચાઈએ બંધ થયો છે. ગુરુવારે કામકાજના અંતે BSE સેન્સેક્સ 762 પોઈન્ટના ઉછાળા સાથે 62,272 પર બંધ થયો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 216 પોઈન્ટના ઉછાળા સાથે 18484 પર બંધ થયો હતો.

શેરબજારમાં બેન્કિંગ, આઈટી, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, ઈન્ફ્રા જેવા તમામ ક્ષેત્રોના શેરમાં  ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ બેંક નિફ્ટી રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે. બેંક નિફ્ટી પ્રથમ વખત 43000 પાર કરીને 43075 પર બંધ થયો હતો. તો આઈટી શેરોમાં જોરદાર તેજીના કારણે નિફ્ટી આઈટી 773 પોઈન્ટના ઉછાળા સાથે 30,178 પોઈન્ટ પર બંધ થયો છે. માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરો ઘટાડા તરફી રહ્યા હતા.

નિફ્ટીના 50 શેરોમાંથી 43 શેર ઉછાળા સાથે બંધ થયા છે, જ્યારે માત્ર 7માં ઘટાડો થયો છે. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેર ઉછાળા સાથે અને ચાર શેરો ઘટ્યા હતા. શેરબજારની તેજીમાં સૌથી વધેલા શેરોની વાત કરીએ તો ઈન્ફોસીસ 2.93 ટકા HCL ટેક 2.59ટકા, પાવર ગ્રીડ 2.56 ટકા, વિપ્રો 2.43ટકા, ટેક મહિન્દ્રા 2.39ટકા, TCS 2.05 ટકા, HDFC 1.99ટકા, એચયુએલ 1.69 ટકા, એચડીએફસી બેન્ક 1.68 ટકા, સન ફાર્મા 1.58 ટકાના વધારા સાથે બંધ થયા હતા. સેન્સેક્સમાં સમાવેશ જે ચાર શેરો ઘટયા હતા તેમાં ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, બજાજ ફાયનાન્સ અને કોટક મહિન્દ્રા બેંકનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp