હોળી બાદ શેર બજારમાં તેજી, વધારા સાથે ખૂલ્યું સેન્સેક્સ

PC: indiratrade.com

હોળી બાદ ફરી એકવાર દેશના શેર બજારમાં વધારો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના છેલ્લાં કારોબારી દિવસે સેન્સેક્સ 150 અંકો કરતા વધુ મજબૂત બન્યો, જ્યારે નિફ્ટીનો વધારો પણ 60 અંકોની આસપાસ રહ્યો. આ અગાઉ સેન્સેક્સ 65.72 અંક (0.17%) મજબૂત થઈને 38452.47ના સ્તર પર જ્યારે નિફ્ટી 28.15 અંક (0.24%) વધીને 11549.20 અંકો પર ખુલ્યો. કારોબારના શરૂઆતના કલાકમાં સેન્સેક્સ 38550ના સ્તર પર પહોંચી ગયો. જણાવી દઈએ કે, BSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE), વિદેશી મુદ્રા વિનિમય બજાર અને ઉપભોક્તા જિન્સ વાયદા બજાર બુધવારે હોળીના તહેવાર નિમિત્તે બંધ રહ્યા હતા.

શરૂઆતી કારોબારમાં જે શેરોમાં તેજી રહી તેમાં L&T, ભારતી એરટેલ, યસ બેંક, એશિયન પેઇન્ટ, એક્સિસ બેંક, ટાટા સ્ટીલ, HUL, HDFC, વેદાંતા, Hero Motocorp અને Infosys છે. સૌથી વધુ  L&Tના શેરોમાં 3 ટકાની તેજી આવી. જ્યારે, ભારતી એરટેલ અને યસ બેંકના શેરોમાં આશરે 2 ટકાની તેજી જોવા મળી. તો બીજી તરફ સનફાર્મા, HDFC બેંક, કોલ ઈન્ડિયા,  HCL ટેક, રિલાયન્સ, TCS, Maruti અને Mahindra & Mahindra ઉપરાંત ONGCના શેર લાલ નિશાન પર બંધ થયા.

આ ઉપરાંત, શુક્રવારે રૂપિયામાં ફરી એકવાર મજબૂતી જોવા મળી છે. કારોબાર દરમિયાન રૂપિયો 18 પૈસા મજબૂત થઈને 68.64ના ભાવ પર ટ્રેડ કરી રહ્યો છે. જણાવી દઈએ કે, બુધવારે ક્રૂડ ઓઈલના ભાવ ઘટવા અને ઘરેલૂ શેર બજારમાં વિદેશી નિવેશકો દ્વારા ખરીદીને પગલે રૂપિયો 13 પૈસાના સુધારા સાથે 68.82 રૂપિયા પ્રતિ ડૉલર પર બંધ થયો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp