સેન્સેક્સમાં 270 પોઈન્ટની તેજી, 6 મહિનામાં પહેલીવાર 38000ના સ્તર પર સેન્સેક્સ

PC: intoday.in

શેર બજારમાં તેજીનો દોર ચાલી રહ્યો છે. સેન્સેક્સ શુક્રવારે 270 પોઈન્ટના વધારા સાથે 38024.35ના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો. સપ્ટેમ્બર 2018 બાદ સેન્સેકેસ પહેલીવાર 38000ના સ્તર પર પહોંચ્યો છે. નિફ્ટીમાં 85 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે. તે 11428.05 સુધી પહોંચી ગયો. વિદેશી નિવેશકોની ખરીદદારી, રૂપિયામાં મજબૂતી અને મજબૂત વિદેશી સંકેતોને કારણે બજારમાં તેજી આવી.

બેંકિંગ, ઓટો અને આઈટી શેરોમાં સારી ખરીદદારી જોવા મળી રહી છે. NSE પર કોટક બેંકના શેરમાં 4 ટકા અને SBIના શેરમાં 2 ટકાનો વધારો નોંધાયો. તો બીજી તરફ હિંદુસ્તાન યુનિલીવરના શેરમાં 2 ટકા અને ભારતી એરટેલમાં 1.5 ટકાનો ઘટાડો આવ્યો. કોલ ઈન્ડિયાના શેર પણ 1 ટકા કરતા વધારે નીચે ગયા.

વિશ્લેષકોનું કહેવુ છે કે, લોકસભા ચૂંટણી પહેલા બજારમાં પોઝીટીવ મુડ જોવા મળી રહ્યો છે. વિદેશી નિવેશકો આ વર્ષે શેર બજારમાં 30000 કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂક્યા છે. એશિયાઈ બજારોમાં પણ તેજી નોંધાઈ છે. ડૉલરની સરખામણીમાં રૂપિયામાં મજબૂતીનો દોર ચાલી રહ્યો છે. શુક્રવારે તે 20 પૈસાના વધારા સાથે 69.14 પર પહોંચી ગયો. તો બીજી તરફ બ્રેંટ ક્રૂડના રેટમાં 0.01 ટકાનો ઘટાડો નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp