કોરોનામાં મોતને ભેટનારા કમર્ચારી અને શ્રમિકોને પણ 1 લાખની સહાય કરો- એસજીસસીઆઇ

PC: Khabarchhe.com

કોરોના વાયરસની મહામારીમાં દક્ષિણ ગુજરાતના લાખો કર્મચારીઓ અને શ્રમિકો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે, ત્યારે જો કોરાનાને કારણે ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારી અને શ્રમિકોના મોત થાય તો તેમના પરિવારજનોને સરકારે રૂપિયા 1 લાખની મદદ કરવી જોઇએ એવી રજૂઆત એસજીસીસીઆઇ દ્રારા ગુજરાત સરકાને કરવામાં આવી છે.

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી(એસજીસસીઆઇ) તરફથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને દક્ષિણ ગુજરાતમાં આવેલા તમામ ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો,કર્મચારીઓ જો કોરોના વાયરસના કારણે મૃત્યુ પામે તો તેમના પરિવારને રૂપિયા એક લાખ સુધીની આર્થિક સહાય આપવા રજૂઆત કરવામાં આવી છે.

 નીતિનભાઇ પટેલને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં આવેલા ટેક્ષટાઈલ, ડાયમંડ, કેમીકલ અને રીયલ એસ્ટેટ વિગેરે ક્ષેત્રો ઘણાં લોકોને રોજગાર આપે છે. એક અંદાજ પ્રમાણે લગભગ રપ લાખથી વધુ કર્મચારીઓ દક્ષિણ ગુજરાતમાંથી વ્યવસાય વેરો ભરે છે. આ કર્મચારીઓ શ્રમિકોનું કોરોનાને કારણે મૃત્યુ થાય તો આર્થિક સંકળામણને કારણે તેમના પરિવારજનોની હાલત અત્યંત કફોડી થઇ જાય છે. આથી ચેમ્બર દ્વારા સરકારનું ધ્યાન દોરી આવા કર્મચારીઓનું જો કોરોનાને કારણે મૃત્યુ થાય તો તેમના પરિવારને આર્થિક સહાય આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp