શેરબજાર પડ્યું ફીક્કું તો વધી સોનાની ચમક, તોડ્યા બધા રૅકોર્ડ

PC: indiatimes.com

નાણાકીય વર્ષ 2019-2020માં સોનાએ તેની ખૂબ ચમક ફેલાવી. ભલે હમણાં મંદીના કારણે શેર બજાર તૂટી ગયું છે. જેમ જેમ જીડીપી ઘટી, લોકોનું સોનામાં રોકાણ વધતું ગયું અને હવે કોરોના વાયરસના કારણે સોનામાં રોકાણ સૌથી સુરક્ષિત વિકલ્પ બની ગયો છે.

રોકાણના મામલે નાણાકીય વર્ષ 2019-2020માં ગોલ્ડની ચમક બધા પર ભારે પડી છે. પહેલા ધીમી અર્થવ્યવસ્થા અને હવે કોરોનાની અસરથી સોનાની કિંમતો બેલગામ થઈ છે. નાણાકીય વર્ષના પહેલા 9 મહીનામાં જે સ્પીડે સોનાના ભાવ વધ્યા છે, તેની સરખામણીમાં આ જાન્યુઆરીથી માર્ચની વચ્ચે ભાવ વધારે ઝડપથી વધ્યા છે. 6 માર્ચના રોજ સોનાએ ઐતિહાસિક 45000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી ટચ કરી લીધી હતી.

નાણાકીય વર્ષ 2019-2020માં એમસીએક્સ પર સોનુ 11 હજાર કરતા વધારે મોંઘુ થઈ ચૂક્યું છે. તો વર્ષ 2020માં સોનુ લગભગ 4000 રૂપિયા મોંઘુ થયું છે. 31 ડિસેમ્બર 2019ના રોજ સોનુ 39,108 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે એમસીએક્સ પર બંધ થયું હતું. નાણાકીય વર્ષના અંતમાં સોનું 43 હજાર રૂપિયાથી વધુના ભાવે છે.

એક્સપર્ટ આગળ પણ સોનામાં તેજી વધવાની વાત કરી રહ્યા છે. જાણકારો અનુસાર, કોરોના વાયરસના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થાને લઈને અનિશ્ચિતતા છે. કોરોના વાયરસને લઈને ભારતીય શેર બજારમાં લગભગ 30 ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે. એવામાં સોનામાં રોકાણ ભરોસાપાત્ર બન્યું છે.

ભારતમાં ગોલ્ડ જ્વેલરી ખરીદવાની પરંપરા જૂની છે. પણ હવે લોકો ફિઝીકલી ગોલ્ડ ખરીદવાના સ્થાને ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. જાન્યુઆરી 2020માં ગોલ્ડ ETFમાં શુદ્ધ રોકાણ 200 કરોડ રૂપિયા રહ્યું. જે 7 વર્ષનું સૌથી ઊંચુ સ્તર છે. એક્સપર્ટ માને છે કે આવનારા સમયમાં ગોલ્ડ ઈટીએફ સારું રિટર્ન આપનારું રોકાણ સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp