અદાણીની કંપનીનો શેર એક સપ્તાહમાં જ 35 ટકા ઉછળી ગયો, રેકર્ડ ઉંચાઇએ પહોંચ્યો

PC: aajtak.in/

અદાણી ગ્રુપના એક એવા શેરની તામરી સાથે વાત કરવી છે, જે એક જ સપ્તાહમાં  ફરી 35 ટકા જેટલો ઉછળી ગયો છે.  એવું લાગે છે કે અગાણી ગ્રુપના શેરો સાપસીડીના રમત રમતા હોય, કયારેય ઉંચાઇએ પહોંચી જાય તો કયારેક ઉંધા માથે પટકાઇ જાય. સોમવારે અદાણીના આ શેરમાં ઉપલી સર્કિટ લાગી હતી.

અદાણી ગ્રુપની કંપનીના શેર મજબૂત રહ્યા છે. આ કંપની અદાણી પાવર છે. સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર અદાણી પાવરનો શેર 5 ટકાની અપર સર્કિટ સાથે રૂ. 327.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક ઈન્ડેક્સ પ્રોવાઈડર મોર્ગન સ્ટેનલી કેપિટલ ઈન્ટરનેશનલ (MSCI) એ તેના વૈશ્વિક ઈન્ડેક્સમાં અદાણી પાવરનો સમાવેશ કર્યો છે. ત્યારથી, છેલ્લા 7 ટ્રેડિંગ સેશનમાં કંપનીના શેરમાં 35 ટકાનો વધારો થયો છે.

સોમવારે અદાણી પાવરનો શેર 4.98 ટકા વધીને રૂ. 327.5ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. અગાઉના ટ્રેડિંગ સેશનમાં BSE પર કંપનીનો શેર રૂ. 311.95 પર બંધ થયા હતો. BSE પર અદાણી પાવરનું માર્કેટ કેપ વધીને રૂ. 1.26 લાખ કરોડ થયું છે. અદાણી પાવરનો શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. MSCI એ 13 મે 2022 ના રોજ ઇન્ડેક્સમાં અદાણી પાવર, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર અને ટાટા એલેક્સીનો સમાવેશ કર્યો છે.

અદાણી પાવરનો શેર 24 ઓગસ્ટ, 2021ના રોજ રૂ. 69.95ની 52 સપ્તાહની નીચી સપાટીએ હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 223 ટકાનો વધારો થયો છે.  આ વર્ષે અત્યાર સુધીમાં, કંપનીના શેરોએ 228 ટકા વળતર આપ્યું છે. અદાણી પાવરના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો પણ પ્રભાવશાળી રહ્યા છે.

અદાણી પાવરનો ટેક્સ પછીનો કોન્સોલિડેટેડ નફો (PAT) ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં અનેક ગણો વધીને રૂ. 4,645 કરોડ થયો હતો. કંપનીની કોન્સોલિડેટેડ કુલ આવક અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 6,902 કરોડની સરખામણીએ 93 ટકા વધીને રૂ. 13,308 કરોડ થઈ છે.

અદાણી પાવરનો શેર મે મહિનાની 6 તારીખે 292ની સપાટીએ હતો અને 12મેના દિવસે 242 પર પહોંચી ગયો હતો. ફરી પાછો ઉછળીને 327 સુધી પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp