આ કંપનીએ કરી અધધધ... નફાની કમાણી, સ્ટાફના બોનસ પર ખર્ચ કરશે 600 કરોડ

PC: livemint.com

કોરોના મહામારી અને લોકડાઉને ઘણી કંપનીઓની કમર તોડી નાંખી છે, દરમિયાન કેટલીક કંપનીઓ એવી પણ છે જેણે સારી એવી કમાણી કરીને ઈતિહાસ રચી દીધો છે. દુનિયાની સૌથી મોટી શિપિંગ કંપની Maersk પણ એમાની જ એક છે. તેણે કહ્યું કે, તે પોતાના કર્મચારીઓને 1000 ડૉલર એટલે કે 75 હજાર રૂપિયા કેસ બોનલ આપશે. ડેનમાર્કના કેપનહોગન સ્થિત આ ફર્મે રેકોર્ડ નફો કર્યો છે. આ બોનેસને દુનિયાભરમાં ફેલાયેલા ડેનિશ કંપનીના આશરે 80000 કર્મચારીઓને આપવામાં આવશે. જેની કુલ રકમ 80 મિલિયન ડૉલર એટલે કે 6 અબજ રૂપિયા છે. ડેનમાર્કના બોર્સન અખબાર અને બ્લૂમબર્ગે આ વાતની જાણકારી આપી છે. પરંતુ, કંપનીએ જણાવ્યું કે, 400 સૌથી વરિષ્ઠ પ્રબંધકોને બોનસ આપવામાં નહીં આવશે.

કંપનીના CEO સોરેન સ્કો (Soren Skou)એ કહ્યું કે, મોટાપાયા પર અમારી ટીમના પ્રયાસ રંગ લાવ્યા છે. અમે ખૂબ જ સારી રીતે અમારા ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરી છે. સોરેને જણાવ્યું કે, અમારે મુશ્કેલીઓ અને અજાણી વસ્તુઓ સાથે ડીલ કરવી પડી જેથી અમારી સપ્લાઈ ચેન, ક્ષમતા વગેરે પ્રભાવિત ના થાય. 117 વર્ષના ઈતિહાસમાં શિપિંગ કંપની Maerskએ ગત મહિનાના ત્રિમાસિકમાં સૌથી વધુ લાભ મેળવ્યો છે. વૈશ્વિક સંકટ દરમિયાન પણ કંપનીએ પોતાની આપૂર્તિ શ્રૃંખલાને વધારી દીધી. ત્રીજા ત્રિમાસિકનો લાભ ચાર ગણો થઈને 5.9 બિલિયન ડૉલર કરતા વધુ થઈ ગયો. માલ સપ્લાય માટે કન્ટેનરનો ઉપયોગ પોતાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો.

શિપિંગ કંપનીની આશાઓ હવે ઘણી વધી ગઈ છે. કંપનીના અધિકારીઓનું કહેવુ છે કે, ચોથો ત્રિમાસિક પણ ખૂબ જ લાભદાયક હશે. કંપનીનો લાભ લગભગ 6 બિલિયનથી 7 બિલિયન ડૉલરની વચ્ચે હશે. આવુ એટલા માટે કારણ કે શિપિંગ દરો અને ઉપભોક્તા માંગમાં ઘટાડો નહીં થશે. સાચા અર્થમાં કહીએ તો આ વર્ષ Maersk માટે એટલું જબરદસ્ત રહ્યું કે, તેણે ઘણા રેકોર્ડ તોડી નાંખ્યા. સિડબેંક વિશેષજ્ઞ મિકેલના જણાવ્યા અનુસાર, ડેનમાર્કના ઈતિહાસમાં કોઈપણ કોર્પોરેટ કંપનીએ આટલા નફાની કમાણી નથી કરી, જેટલી Maerskએ કરી છે. Maerskએ ગત વર્ષે પણ પોતાના મોટાભાગના કર્મચારીઓને 1000 ડૉલરનું બોનસ આપ્યું હતું, ગત વર્ષે તેને 2.9 બિલિયન ડૉલરની કમાણી થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp