સાઇપ્રસમાં રોકાણ કરવા માંગતા ગુજરાતીઓને ખાસ વીઝા અપાશે

PC: Khabarchhe.com

ભારતમાં સૌથી વધુ રોકાણ કરનાર વિશ્વના દેશોમાં સાઇપ્રસ 8મું સ્થાન ધરાવે છે. એપ્રિલ 2000થી ભારત અને સાઇપ્રસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો રહ્યા છે. સાયપ્રસમાં સ્ટાર્ટઅપ યુવા એન્ટપ્રિયોર શિક્ષકો ભારતીય-ગુજરાતીઓને ખાસ વીઝા પણ ઇસ્યુ કરવામાં આવશે તેમજ તેમના સ્ટાર્ટઅપના વિકાસ માટે તમામ સહયોગ આપવામાં આવશે તેમ, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ના ત્રીજા અને અંતિમ દિવસે મહાત્મા મંદિર ખાતે આયોજિત ઇન્વેસ્ટિંગ ઇન સાઇપ્રસ વિષયક કન્ટ્રી સેમિનારમાં સાઇપ્રસમાં રોકાણ અંગેની પ્રમોશન કમિટિના પ્રમુખ યુત નિકોલસ થિયોચારિડેસે જણાવ્યું હતું.

ઇન્વેસ્ટ સાઇપ્રસના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને સાઇપ્રસ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એસોસિએશનના સભ્ય યુત મારિયસ તાન્નોઇસિસે કહ્યું હતું કે, સાઇપ્રસમાં ઊર્જા, આરોગ્ય, શિક્ષણ, પ્રવાસન, ફિલ્મ ઉઘોગ, શિપીંગ, મેરીટાઇમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ રોકાણના મહત્ત્વના સેક્ટર છે. યુરોપિયન યુનિયન અને વિશ્વમાં સાઇપ્રસ શિપિંગ વ્યવસાયમાં અનુક્રમે ત્રીજો અને 11મો ક્રમ ધરાવે છે. આ સિવાય રીયલ એસ્ટેટ અને પ્રોપર્ટીમાં પણ રોકાણ કરવા ઉપસ્થિત રોકાણકારોને યુત મારિયસે આહ્વાન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp