સરપ્લસ વીજળીના દાવા છતાં બે રાજ્યો ખરીદદાર

PC: financialexpress.com

ગુજરાતમાં સરપ્લસ વીજળીનાદાવા કરતી ગુજરાત સરકાર હવે અન્ય રાજ્યોને વીજળી વેચી શકતી નથી. છેલ્લા બે વર્ષમાં સરકારે માત્ર બે રાજ્યોને વીજળી આપી છે, જે અગાઉના વર્ષોમાં ગુજરાત એકસાથે નવ રાજ્યોને વીજળી આપતું હતું. આ કેપેસિટી ઘટી ગઇ છે.

ગુજરાતમાં ઉત્પાદિત થતી વીજળી માંગ પ્રમાણે સરપ્લસ રહે છે તેવા દાવા છેલ્લા નવ વર્ષથી કરવામાં આવે છે. નરેન્દ્ર મોદીના દિલ્હી ગયા પછી સરકારે સરપ્લસ વીજળીનો દાવો કર્યો નથી, કારણ કે છેલ્લા ચાર વર્ષમાં સરકાર જોઇએ તેટલું વીજ ઉત્પાદન વધારી શકી નથી.

ગુજરાતમાં પ્રાઇવેટ પ્લેયરોએ વીજ ઉત્પાદન વધાર્યું છે જેનો સીધો લાભ ગુજરાત સરકારને થયો છે પરંતુ તે મોંઘાભાવની વીજળી ખરીદે છે. પ્રાઇવેટ વીજળી અને એનટીપીસીની વીજળીને બાદ કરતાં ગુજરાત સ્થિત પાવર પ્લાન્ટમાં ઉત્પાદનનો રેશિયો અત્યંત ધીમો રહ્યો છે.

વિધાનસભામાં આપવામાં આવેલા આંકડા પ્રમાણે 2016માં સરકારે છત્તીસગઠને 2.35 રૂપિયા યુનિટના ભાવે 25.96 મિલિયન યુનિટ અને ઉત્તરપ્રદેશને 2.60 રૂપિયાના ભાવે 4.44 મિલિયન યુનિટ વીજળી વેચી છે.

2017માં સરકારે 635 મિલિયન યુનિટ વીજળી 3.02 રૂપિયાના ભાવે પાવર એક્સચેન્જ થકી વેચી છે. પાવર એક્સચેન્જ થકી વીજળી ખરીદનારા અનેક ગ્રાહકો હોય છે જે અન્ય રાજ્યોને આપી શકે છે.

ગુજરાતમાં ઉત્પાદિત વીજળીનો સંગ્રહ કરવાનો શક્ય નહીં હોવાથી સરકાર રાજ્યના તમામ ગ્રાહકોની જરૂરિયાતને પહોંચી વળે તે પછી અન્ય રાજ્યોને વીજળી વેચતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp