TCS-RIL: છેલ્લાં 5 દિવસોમાં આ કંપનીને 3 ગણો વધુ ફાયદો, તો આ કંપનીને થયું નુકસાન

PC: newsd.in

પાછલા સોમવારથી લઇ શુક્રવાર સુધીમાં શેર માર્કેટમાં ભલે મામૂલી તેજી જોવા મળી હોય, પણ સેંસેક્સ અને નિફ્ટી ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યા. જેના કારણે માર્કેટની ટોપ 10 કંપનીઓમાંથી 5 કંપનીઓને ખાસ્સો મોટો ફાયદો થયો છે. વાત કરીએ TCSની તો રિલાયન્સની સરખામણીમાં તેને 3 ગણો વધારે ફાયદો થયો છે. સૌથી વધારે નુકસાન HDFC અને HDFC બેંકને થયું છે.

શુક્રવારે સેંસેક્સ 52,474.76 પોઇન્ટે બંધ થયો. પાંચ દિવસોની વાત કરીએ તો 344.61 અંકોની તેજી જોવા મળી છે. જ્યારે માર્કેટમાં પાછલા એક મહિનામાં 7.77 ટકા રિટર્ન જોવા મળ્યું છે. આ વર્ષે સેંસેક્સ લગભગ 10 ટકા રિટર્ન આપી ચૂક્યું છે.

TCSને રિલાયન્સ કરતા 3 ગણો વધુ ફાયદો

પાછલા પાંચ દિવસોમાં દેશની સૌથી મોટી આઈટી કંપની TCSને 5 દિવસોમાં 47,441.31 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. જ્યારે રિલાયન્સના માર્કેટ કેપમાં 14200.35 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. આ વધારા બાદ રિલાયન્સનો માર્કેટ કેપ 14,02,918.76 કરોડ રૂપિયા થઇ ગયો છે. જ્યારે TCSનો માર્કેટ કેપ 12,10,128.64 કરોડ રૂપિયાનો થયો છે.

આ કંપનીઓને પણ ફાયદો

દેશની મોટી IT કંપનીઓમાંથી એક ઈન્ફોસિસને પાછલા 5 દિવસોમાં 26,227.28 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. ત્યાર પછી કંપનીનો માર્કેટ કેપ 6,16,479.55 કરોડ રૂપિયા થઇ ગયો છે. બજાજ ફાયનાન્સને 7,560.04 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. ત્યાર પછી કંપનીનો માર્કેટ કેપ 3,69,327.31 કરોડ રૂપિયા થયો છે. સૌથી ઓછો ફાયદો હિંદુસ્તાન યુનીલીવરને 5,850.48 કરોડ રૂપિયા થયો છે. ત્યાર બાદ કંપનીનો માર્કેટ કેપ 5,56,041.95 કરોડ રૂપિયા થઇ ગયો છે.

આ કંપનીઓને થયું નુકસાન

  • HDFCને 10,968.39 કરોડ રૂપિયાનું નુકસાન થયુ અને માર્કેટ કેપ 4,61,972.21 કરોડ રૂપિયા થઇ ગયો
  • HDFC બેંકને 8,249.47 કરોડ રૂપિયાનું નુકસાન થયું અને માર્કેટ કેપ 8,20,091.77 કરોડ રૂપિયા થયો
  • ICICI બેંકને 4,927.52 કરોડ રૂપિયાનું નુકસાન થયું અને માર્કેટ કેપ 4,40,035.66 કરોડ રૂપિયા થયો
  • SBIને પાછલા 5 દિવસોમાં 3614.47 કરોડ રૂપિયાનું નુકસાન થયું અને માર્કેટ કેપ 3,83,356.69 કરોડ રૂપિયા થયો
  • કોટક મહિન્દ્રા બેંકને 2924.02કરોડ રૂપિયાનું નુકસાન થયું અને માર્કેટ કેપ 3,55,927.86 કરોડ રૂપિયા થયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp