ખરાબ થતા ફળ, શાક, ભાજી, કંદને લાંબો સમય ટકાવી રાખતી ટેક્નોલોજી આવી ગઇ

PC: Khabarchhe.com

નાઇટ્રિક ઓકસાઈડ અંગે મહત્વપૂર્ણ શોધ ભારતના વિજ્ઞાની ડો.જગદીશ ગુપ્તા કાપુગન્ટી દ્વારા થઈ છે. તે ટેકનોલોજીને ગુજરાતની 5 કૃષિ વિશ્વ વિદ્યાલયને અપાવવા માટે ગુજરાત સરકારે આગળ આવવું જોઈએ એવું ખેડૂતો માની રહ્યાં છે. આ ટેકનોલોજી એવી છે કે ઝાડ પરથી ફળ કે શાક, ભાજી, કંદ ઉતારી લીધા પછી તે ઝડપથી ખરાબ થવા લાગે છે, તે પ્રક્રિયા રોકી શકાય છે.

તેઓ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ પ્લાંટ જીનોમ રિસર્ચના વિજ્ઞાની છે. તેમની શોધ ગુજરાત સરકારના કૃષિ વિભાગે ઝડપથી ગુજરાતમાં અમલી બને એવો પ્લાન બનાવવાની જરૂર છે. જો આમ થાય તો 52 ટકા સુધી ખરાબ થઈ જતાં ફળ, શાક, ભાજી, કંડ, મૂળને બચાવી શકાશે. જો આમ થાય તો ખેડૂતો, વેપારી અને લોકોને મોટો ફાયદો મળી શકશે. પછી દિવસો સુધી કૃષિ ઉત્પાદન સાચવી શકાશે. હાલ કોલ્ડ સ્ટોરેજમાં સાચવવા પડે છે જે ખર્ચાળ છે.

નાઇટ્રિક ઓકસાઈડ સંબંધિત શોધ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. નાઇટ્રિક ઓકસાઈડ એ આપણા લોહીની નળીઓમાં ઉત્પન્ન થતો ગેસ છે. જે લોહીને પાતળું બનાવે છે, બ્લડ પ્રેશર ઘટાડે છે. જ્યારે આપણા શરીરમાં નાઈટ્રિક ઓકસાઈડ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે હ્રદય અને ડાયાબિટીઝ જેવા રોગોનું જોખમ હોય છે. હાનિકારક રાસાયણિક નથી.

શરીરમાં નાઈટ્રિક ઓકસાઈડ બનાવવા માટે, આર્જિનિન નામનો એમિનો એસિડ જરૂરી છે. જ્યારે વૃદ્ધોમાં નાઇટ્રિક ઓકસાઈડનું નિર્માણ થવાનું બંધ થાય છે, ત્યારે તેમના વૃદ્ધત્વની ગતિ વધે છે. કોઈપણ રીતે, અમે શાકભાજી દ્વારા પૂરતા પ્રમાણમાં નાઈટ્રેટ અથવા નાઇટ્રાઇટ ખાતા નથી.

લીલા શાકભાજીમાં પૂરતું પ્રોટીન નથી. વિટામિન સી ઓછું હોય છે. તેથી શરીરમાં નાઇટ્રેટ અને એમિનો એસિડ વચ્ચેની પ્રતિક્રિયા ઓછી હોય છે. તેમનામાંથી ઉત્પન્ન થયેલ નાઇટ્રિક ઓકસાઈડ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.લીલા પાંદડા કે કચુંબરથી નાઇટ્રેટ મેળવી શકાય છે. તેનો રસ લેવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. ઓર્ગેનિક શાકભાજી ખાવાથી નાઇટ્રેટ સારું મળે છે.

લીલા શાકભાજી, બીટ અને ગાજર જેના શાક ખાવાથી નાઇટ્રિક ઓક્સાઈડ વધું મળે છે.છોડ, કંદ અને કળીઓ જેવા છોડના કેટલાક અંગોમાં ઓક્સિજનનું સ્તર ખૂબ ઓછું હોય છે. હાયપોક્સિકમાંથી મુક્ત કરવા માટે કામ કરી રહી છે, વારંવાર વરસાદ અને પૂરથી પીડિત વિસ્તારોમાં વધુ સારી રીતે અસ્તિત્વ અને કામગીરી સાથેના છોડને ઉગાડવામાં મદદ કરશે.

છોડને નાઇટ્રોજનની જરૂર પડે છે કારણ કે તે છોડનો મુખ્ય ઘટક છે. છોડ માટે નાઈટ્રેટ અને એમોનિયમ એ મુખ્ય સ્ત્રોત છે. નાઈટ્રોજન ખાતરનો ઉપયોગ વધારે ઊપજ મેળવવા થાય છે. નાઇટ્રિક ઓક્સાઈડ રોગ માટે છોડના પ્રતિકારને શ્રેષ્ઠ બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp