ફ્રી નથી હોતું ડેબિટ કાર્ડ, વસૂલવામાં આવે છે તગડી રકમ

PC: ethereumworldnews.com

ડિજીટલ ઈન્ડિયાના યુગમાં દિવસે ને દિવસે ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે. તમામ બેંકો પણ ગ્રાહકોને આકર્ષવા કાર્ડ પણ વિવિધ સ્કીમ આપે છે. જો કે, આ કાર્ડ તમને ભલે ફ્રીમાં પડતા હોય પણ તેની પાછળ બેંક તરફથી તમારી પાસે તગડી રકમ વસુલવામાં આવે છે. જો તમારી પાસે પણ ડેબિટ કાર્ડ છે તો તમારા માટે આ સમાચાર જાણવા મહત્વપૂર્ણ છે. જો તમારી પાસે અલગ-અલગ 2-3 કાર્ડ્સ છે તો તેનો ચાર્જ તમને ભારે પડી શકે છે.

ડેબિટ કાર્ડ પર લાગનારો આ ચાર્જ તેના પ્રકાર અને તમે કેટલીવાર ટ્રાંઝેક્શન કર્યું છે તેની પર આધાર રાખે છે. મોટાભાગની બેન્કો થોડાં મહિના ગ્રાહકોને ડેબિટ કાર્ડના વ્યવહારો મફતમાં પ્રદાન કરે છે. એસબીઆઈ (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા), આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેન્ક મર્યાદિત ફ્રી ટ્રાંઝેક્શન પછી ચોક્કસ ચાર્જ વસૂલ કરે છે. આ ચાર્જ પ્રતિ ટ્રાંઝેક્શન 5 રૂપિયાથી 20 રૂપિયા હોઈ શકે છે.

SBI ડેબિટ કાર્ડ ચાર્જ

એસબીઆઈ રેગ્યુલર ડેબિટ કાર્ડ્સ આપવા માટે કોઈ ચાર્જ વસુલતી નથી. ક્લાસિક ડેબિટ કાર્ડ્સ અને ડેબિટ કાર્ડ્સ ફક્ત સેલરી અકાઉન્ટ હોલ્ડર્સને આપવામાં આવે છે. એસબીઆઈ ડેબિટ કાર્ડ માટે વાર્ષિક જાળવણી ચાર્જ લે છે. એસબીઆઈ ક્લાસિક ડેબિટ કાર્ડ પર 125 રૂપિયા અને જીએસટી ચાર્જ કરવામાં આવે છે. જો તમે ડેબિટ કાર્ડ બદલાવો છો તો તમારે 300 રૂપિયા જમા કરવા પડશે. આ ઉપરાંત, જો એકાઉન્ટમાં સરેરાશ ત્રિમાસિક બેલેન્સ રૂ. 25000 અથવા તેથી ઓછું હશે તો એસબીઆઇ જીએસટી સહિત દર ત્રણ મહિના 15 રૂપિયા વસુલે છે.

ICICI બેંક ડેબિટ કાર્ડ

આઈસીઆઈસીઆઈ બેંક 499 રૂપિયાની જોઇનિંગ ફી લે છે અને આ રકમ કોરલ ડેબિટ કાર્ડ માટે તે દર વર્ષે વસુલે છે. બેંકની વેબસાઇટ અનુસાર, બેંક અન્ય ડેબિટ કાર્ડ્સ માટે કોઈપણ શુલ્ક વસૂલ કરતું નથી. ડેબિટ કાર્ડ પિનને ફરીથી જનરેટ કરવા માટે બેંક 25 રૂપિયા ફી લે છે. આ ફી શાખાઓ પર ઈન્સ્ટાપિનના આવેદન અથવા કસ્ટમર કેર પર આઇવીઆરના ઉપયોગ દરમિયાન લેવામાં નથી આવતી.

HDFC બેંક ડેબિટ કાર્ડ

એચડીએફસી બેન્ક તેના બધા ગ્રાહકો માટે મફત એટીએમ કાર્ડ ઓફર કરે છે. બેંક કાર્ડના રિપ્લેસમેન્ટ અથવા ફરી ઈશ્યુ પર માટે 200 રૂપિયા ચાર્જ લે છે. આ ઉપરાંત, પેટ્રોલ પંપ પર એચડીએફસી બેન્ક સ્વાઇપ મશીન પર થયેલા ટ્રાન્ઝેક્શન પર કોઈ ફ્યુઅલ સરચાર્જ લાગશે નહીં. રેલવે સ્ટેશન પર એચડીએફસી બેન્ક ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા પર ટિકિટ દીઠ 30 રૂપિયા અને ટ્રાંઝેક્શન રકમનો 1.8 ટકા ચાર્જ લેવામાં આવે છે. ઈન્સટન્ટ પિન જનરેટ કરવા પર જ્યાં ગ્રાહક નેટ બેન્કિંગ અથવા મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ કરે છે, ત્યારે બેન્ક કોઈપણ શુલ્ક વસૂલ કરતી નથી. જો કે, એટીએમ પિન જનરેશન પર બેંક 50 રૂપિયા અને તેની પર લાગનારા કર તરીકે 50 રૂપિયા વસૂલ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp