સુરતમાં પહેલીવાર 74 હેડ સાથેનું એમ્બ્રોઇડરી મશીન રોયલ ડ્રેગન દ્વારા તૈયાર કરાયું

PC: khabarchhe.com

એમ્બ્રોઇડરી મશીનરી સાથે 15 વર્ષથી સંકળાયેલા રોયલ ડ્રેગન દ્રારા સુરતમાં પહેલીવાર 74 હેડ સુધીના એમ્બ્રોઇડરી મશીન બનાવવામાં આવ્યા છે. સાઉથ કોરીયા, ઇંગ્લેડ વગેરે દેશોની લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ એમ્બ્રોઇડરી મશીન ચીનની કંપનીમાં તૈયાર કરવામાં આવ્યા છે.


રોયલ ડ્રેગન ટ્રેડકોમના ડિરેકટર મયુરભાઇ નાકરાણી અને ભાવેશભાઇ નાકરાણીએ કહ્યું હતું કે, અત્યારે એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં મશીનો વાપરનારને વધુ વીજ ખર્ચ આવતો હતો જેને ધ્યાનમાં રાખીને અમે પાવર સેવિંગ મશીન બનાવ્યા છે. જેને કારણે એમ્બ્રોઇડરીનો ધંધો કરનાર પાવરમાં બચત કરશે. આ મશીનમાં 14 હેડથી માંડીને 74 હેડ સુધીના મશીન તૈયાર કરાયા છે. જેને કારણે એક જ ઓપરેટર દ્વારા ચલાવી શકાશે. આ મશીનની કિંમત 15 લાખથી 30 લાખ સુધીના હોવાનું નાકરાણીએ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp