દુનિયાના સૌથી મોંઘા બટાટા, કિલોનો ભાવ રૂ. 50 હજાર, જાણો શું છે ખાસ?

PC: aajtak.in

બટાટા એ એવું વેજીટેબલ છે જે ગરીબ હોય કે અમીર દરેકના ઘરોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે બટાટાની કિંમત નજીવી હોય છે, પરંતુ એક દેશમાં બટાટા 40 હજારથી 50 હજાર રૂપિયે કિલો મળે છે.

બટાટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. દરેના ઘરોમાં બટાટાની જુદી જુદી વાનગીઓ બનતી હોય છે. તમે બજારમાં જ્યારે શાકભાજી ખરીદવા જાવ તો તમને 30 રૂપિયાથી 70 રૂપિયે કિલો બટાટાનો ભાવ સાંભળવા મળતો હોય છે. એવામાં જો બટાટાની કિંમત કિલોએ 40 હજારથી 50 રૂપિયે કિલો કહેવામાં આવે તો તમે ચોંકી જશો.

કદાચ તમને વિશ્વાસ નહીં આવે, પરંતુ આ સાચું છે. દુનિયામાં બટાટાની એક વેરાયટીની ખેતી થાય છે, જેની કિલોએ કિંમત 50,000 હજારની આસપાસ છે.

Le Bonnotte ના આ બટાટાની ખેતી ફ્રાંસના Ile de Noirmoutier ટાપુ પર થાય છે. રેતાળ માટી પર તેની ખેતી થાય છે. દરિયાનું લાંબુ ઘાસ તેના ખાતર તરીકે કામ કરે છે. આ બટાટાની જાતની ખેતી માત્ર 50 વર્ગ મીટરની જગ્યામાં થાય છે.

potatoreview વેબસાઈટ અનુસાર, તેની સરેરાશ કિંમત પ્રતિ કિલો 500 યુરો છે એટલે કે આશરે રૂ. 44282 પ્રતિ કિલો છે. જોકે તેની કિંમત સતત ઉપર અને નીચે થતી રહે છે.ગ્લોબલ મીડિયા કંપની કોન્ડે નાસ્ટ ટ્રાવેલે તેને વિશ્વની પાંચ સૌથી મોંઘી શાકભાજીમાં સામેલ કરી છે.

આ બટાટાને દુર્લભ પ્રજાતિની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. Le Bonnotte દર વર્ષે માત્ર 10 દિવસ માટે જોવા મળે છે. તેની ખેતી માટે ખૂબ કાળજી લેવી જરૂરી છે. લા બોનોટે બટાટા રોપ્યાના ત્રણ મહિના પછી તેને ખોદવામાં આવે છે. તે ફેબ્રુઆરીમાં વાવવામાં આવે છે અને મે મહિનામાં ખોદવામાં આવે છે. આ બટાટાને જમીનમાંથી બહાર કાઢવા માટે હળવા હાથનો ઉપયોગ કરવો પડે છે, નહીં તો નુકસાન થઈ શકે છે.

આ બટાકાનો સ્વાદ ખારો હોય છે. તેનો ઉપયોગ પ્યુરી, સલાડ, સૂપ અને ક્રીમ બનાવવા માટે થઈ શકે છે. તેમજ તેનું સેવન અનેક રોગો સામે ફાયદાકારક માનવામાં આવે છે. ઈ-કોમર્સ વેબસાઈટ ટ્રેડ ઈન્ડિયા પર એક કિલો Le Bonnotteની કિંમત 690 USD એટલે કે 56,020 kg છે. જ્યારે ગો ફોર વર્લ્ડ બિઝનેસ પર, તેના 500 ગ્રામ બટાકાની કિંમત 300 USD એટલે કે 24 હજાર રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp