જબરદસ્ત તેજી બાદ શેરબજારમાં 15થી 20%નો આવી શકે છે ઘટાડો: સંતોષ મીણા

PC: newsnationtv.com

શેરબજારમાં ચાલી રહેલી જબરદસ્ત તેજીની અસર હવે ઉંધી થઈ શકે છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, બજારમાં અહીંથી 15-20%નો ઘટાડો આવી શકે છે. એટલે કે BSEનો સેન્સેક્સ 900-1100 પોઈન્ટ તૂટી શકે છે. સ્વસ્તિકા ઈન્વેસ્ટેમાર્ટના રિસર્ચ હેડ સંતોષ મીણાએ જણાવ્યું હતું કે, આવનારું અઠવાડિયુ બજાર માટે મુશ્કેલીભર્યું રહેશે. અમેરિકાની સેન્ટ્રેલ બેંકની મીટિંગ અને ચીનમાં મેટલ સેક્ટરની મુશ્કેલીઓની બજાર પર અસર થશે. જાપાનની પણ સેન્ટ્રલ બેંક 22 સપ્ટેમ્બરે પોતાની મોનિટરી પોલિસીની જાહેરાત કરશે. તેમનું કહેવુ છે કે, નીચે તરફ નિફ્ટીનો સપોર્ટ 17430થી 17250ની વચ્ચે રહી શકે છે. તેનાથી નીચે જવા પર નિફ્ટી 16700 સુધી જઈ શકે છે.

તેમનું કહેવુ છે કે, જો નિફ્ટી 17800ના લેવલને મેનેજ કરી શકે તો પછી તે 18 હજારના લેવલને ટચ કરી શકે છે. જોકે, નજીકના સમયમાં તેમા ઘટાડો જોવા મળી શકે છે. મિડ કેપમાં શુક્રવારે થોડું વેચાણનું પ્રેશર પણ જોવા મળ્યું હતું. જાણકારોના જણાવ્યા અનુસાર, બજારના ઈતિહાસમાં જ્યારે પણ આવી તેજી આવી છે, તેમા ઘટાડો જરૂર જોવા મળ્યો છે. 15-20%નો ઘટાડો અહીંથી બજારમાં જોવા મળી શકે છે. જોકે, તે એક સામાન્ય વાત છે. છેલ્લાં 30 વર્ષોના આંકડા જોઈએ તો 20 વર્ષમાં જ્યારે પણ બજારમાં તેજી આવી છે, ત્યારબાદ 15%નો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લાં 17 મહિનાથી બજારમાં જે તેજી છે, તેમા હજુ સુધી કોઈ ઘટાડો નથી આવ્યો.

આંકડા જણાવે છે કે, ટોપ 500 લિસ્ટેડ કંપનીઓને જોઈએ તો તેમના શેર હાલ 32ના PE મલ્ટીપલ પર કારોબાર કરી રહ્યા છે. બજારમાં અત્યારસુધીમાં જેટલી પણ તેજી આવી છે, તેમા આ અત્યારસુધીનું સૌથી મોંઘુ લેવલ છે. PE મતલબ પ્રાઈઝ ટૂ અર્નિંગ. એટલે કે કંપનીના શેર જો 32ના મલ્ટીપલ PE પર કારોબાર કરી રહ્યા હોય તો તેનો મતલબ આપણે તેના એક રૂપિયાના શેર માટે 32 રૂપિયા આપી રહ્યા છીએ. વર્ષ 2018ની બજારની તેજી સાથે સરખામણી કરીએ તો તે સમયે ટોપ 500 કંપનીઓના શેર 25ના મલ્ટીપલ PE પર કારોબાર કરી રહ્યા હતા. 2008માં પણ આ જ મલ્ટીપલ PE પર કંપનીઓના શેર કારોબાર કરી રહ્યા હતા.

બજારના ઘટાડામાં મિડ કેપ અને સ્મોલ કેપ વધુ ઘટી શકે છે. તે 15%ની સરખામણીમાં 30% સુધી તૂટી શકે છે. કેટલાક વિશ્લેષક માને છે કે, બજારમાં કરેક્શનનો કોઈ સમય નક્કી નથી. બની શકે કે તે આવતા અઠવાડિયે થાય, બની શકે કે તે બે મહિના બાદ થાય. જે માહોલમાં બજાર છે, તે માહોલમાં આ અનુમાન લગાવવું મુશ્કેલ છે. 2003થી 2007 દરમિયાન દરેક વર્ષે આશરે 15%નો ઘટાડો બજારમાં જોવા મળ્યો હતો. કેટલીકવાર એક વર્ષમાં બેવાર પણ ઘટાડો જોવા મળ્યો હતો.

બજારમાં હાલ તેજીના ઘણા કારણો છે. તહેવારની સિઝન, ઘણી સારી કંપનીઓના આવનારા IPO, પછી આવતા વર્ષે બજેટ જેવા ઈવેન્ટ છે. એવામાં બજારમાં તેજી રહેવાનું એક કારણ છે. છેલ્લાં એક વર્ષમાં ભારતીય બજારમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 100 લાખ કરોડનો વધારો આવ્યો છે. તેમાંથી 30% માર્કેટ કેપવાળી કંપનીઓ એવી છે, જે નોન-પ્રમોટર્સની છે અથવા તો તેમા જનતાની મ્યૂચ્યુઅલ ફંડ અથવા કોઈ અન્યરીતે વધુ હિસ્સેદારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp