વિજય કેડિયાના પોર્ટફોલિયોના આ શેરે રોકાણકારોના 1 લાખના 9 કરોડ બનાવ્યા

PC: khabarchhe.com

સ્ટોક માર્કેટમાં તમે દરરોજ શેરનું ખરીદ-વેચાણ કરીને પૈસા કમાઇ શકો છે. પણ આ પ્રકારના ટ્રેડિંગની સરખામણી લોન્ગ ટર્મ ઇનવેસ્ટમેન્ટથી ન થઇ શકે. બજારમાં કેટલીક કંપનીઓ છે કે, જેણે લાંબા ગાળામાં પોતાના રોકાણકારોને લખપતિમાંથી કરોડપતિ બનાવ્યા છે. આજે આપણે એવા જ એક શેરની વાત કરીશું કે, જેણે પોતાના રોકાણકારોના 1 લાખ રૂપિયાના રોકાણને 9 કરોડમાં બદલી નાખ્યાં છે.

અમે વાત કરી રહ્યા છીએ સેરા સેનેટરીવેરના સ્ટોકની. તેમાં દિગ્ગદ રોકાણકારો વિજય કેડિયાની પણ હિસ્સેદારી છે. 20 વર્ષમાં આ શેર 10 રૂપિયાથી 4275 રૂપિયા પર પહોંચી ગયો છે. આ અવધીમાં શેરે પોતાના રોકાણકારોને 47150 ટકાનું રિટર્ન આપ્યું છે.

વિજય કેડિયાના પોર્ટફોલિયોમાં શામેલ આ શેર પાછલા 5 વર્ષોમાં 2735 રૂપિયાથી વધીને 4725 રૂપિયા પર પહોંચી ગયો છે. જોકે, પાછલા 1 વર્ષમાં આ શેર વેચવાલીનું દબાણ સહન કરી રહ્યો છે. 10 વર્ષોમાં તેણે પોતાના રોકાણકારોને 1475 ટકાનું રિટર્ન આવ્યું છે. આ દરમિયાન સેરા સેનેટરીવેરના શેર 300 રૂપિયાથી વધીને 4275 રૂપિયા પર પહોંચી ગયો છે. એવી જ રીતે 15 વર્ષ પહેલા આ શેર 70 રૂપિયા પર હતો. 2 દાયકા પહેલા આ શેરની કિંમત 10 રૂપિયા જ હતી.

જો કોઇ રોકાણકારે તેમાં 1 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેનું રોકાણ આજે 1.75 લાખ રૂપિયાનું હોત. જો 10 વર્ષ પહેલા કોઇએ તેમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત તો તેનું રોકાણ આજે 15.75 લાખ રૂપિયા હોત. 15 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે આજે 1.34 કરોડ રૂપિયા હોત. કોઇએ તેમાં 20 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા રોક્યા હોત તો તેની કિંમત આજે 9.44 કરોડ રૂપિયા હોત.

કંપનીની શેરહોલ્ડીંગ પેટર્ન અનુસાર, દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાની પાસે કંપનીમાં 1.02 ટકાની હિસ્સેદારી છે. શેર પહેલા ફક્ત બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર જ લિસ્ટેડ હતો. પણ, 2007માં તે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર પણ લિસ્ટ થયો. તેનું વર્તમાન માર્કેટ કેપ 6144 કરોડ રૂપિયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર હાલ તેનો ભાવ 4733 રૂપિયા છે અને તે શુક્રવારે અડધા ટકાના વધારા સાથે બંધ આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp