રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોના આ સ્ટોકે નવો 52 વીક હાઇ ટચ કર્યો

PC: tradebrains.in

ભારતના મલ્ટીબ્રાન્ડ ફુટવેર રિટેલ ચેન મેટ્રો બ્રાન્ડના શેરોમાં શુક્રવારે જોરદાર તેજી જોવા મળી છે અને નવો 52 વીકનો હાઇ લગાવ્યો હતો. આ સ્ટોકમાં આવેલી રેલીના કારણે બીગબુલ રાકેશ ઝુનઝુનવાલાના સ્ટોકમાં મોટી કમાણી થઇ છે. ફક્ત શુક્રવારની જ તેજીમાં આ સ્ટોકમાં રાકેશ ઝુનઝુનવાલાને 221 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. ભારતના વોરન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલા મેટ્રો બ્રાન્ડ્સના સૌથી મોટા પબ્લિક શેર હોલ્ડર છે. બજારના જાણકારોનું કહેવું છે કે, મેટ્રો બ્રાન્ડ્સના શેરમાં આગળ જતા સારા ગ્રોથની શક્યતા છે.

શેરની ચાલ પર નજર કરીએ તો કાલના કારોબારમાં આ શેર NSE પર 5.16 ટકાના વધારા સાથે 855.35 રૂપિયા પર બંધ આવ્યો હતો. કાલના સેશનમાં આ શેર 836 રૂપિયા પર ખુલ્યો હતો જ્યારે, ગુરુવારે આ શેર 813.35 રૂપિયા પર બંધ આવ્યો હતો. આ સ્ટોકનો 52 વીક હાઇ 939.90 રૂપિયા છે જ્યારે તેનો 52 વીક લો 426 રૂપિયા છે. કંપનીનું વર્તમાન વોલ્યુમ 805,390 શેરનું છે. કંપનીનું માર્કેટ કેપ 23222 કરોડ રૂપિયા છે.

મેટ્રો બ્રાન્ડ્સના શેર ગયા વર્ષે 21 ડિસેમ્બરના રોજ બજારમાં લિસ્ટ થયા છે. આ કંપનીના IPOનો પ્રાઇસ બેન્ડ 485-500 રૂપિયા હતો. આ IPO 3.64 ગણો સબ્સક્રાઇબ થયો હતો. લિસ્ટિંગ બાદથી અત્યાર સુધીમાં આ શેરમાં 76 ટકાની તેજી આવી ચૂકી છે. 2022માં અત્યાર સુધી શેર 91.5 ટકા ચાલ્યો છે. સ્ટોકના 30 જૂન 2022 સુધીના શેર હોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલાની આ સ્ટોકમાં 14.43 ટકાની એટલે કે, 39,153,600 ઇક્વીટી શેરની હિસ્સેદારી છે.

આ જ રીતે મેટ્રો બ્રાન્ડ્સની જેમ અન્ય કંપનીઓ જેવી કે, ટાઇટન કંપની, એસ્કોર્ટ, ફેડરલ બેન્ક, એગ્રો ટેક, ટાટા મોટર્સ, કેનેરા બેન્ક, રાલીઝ ઇન્ડિયા, સ્ટાર હેલ્થ જેવી કંપનીઓમાં પણ અમુક ટકાની હિસ્સેદારી છે. તેઓ સમય જતા પોતાના પોર્ટફોલિયોમાં કંપનીઓને સારા ફન્ડામેન્ટલના કારણે એડ કરતા રહે છે અને સમય જતા કંપનીઓમાંથી પોતાની હિસ્સેદારી વેચતા પણ રહે છે. તેઓ વારે વારે ભારતમાં જ રોકાણ કરવાનું કહેતા રહે છે. તેઓ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં રોકાણ કરવા માટે રીટેલ રોકાણકારોને કહે છે. તેઓ ભારત વિશે હંમેશા બુલીશ જ રહ્યા છે અને તેમને હજુ પણ ભારતીય બજાર બુલીશ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp