બગીચા કે ખેતરમાં દહીં વાપરો, રાસાયણિક ખાતર અને જંતુનાશકની જરૂર નહીં પડે

PC: yourstory.com

ખેતમાં એક નવી પદ્ધતિ આવી રહી છે. જેમાં દહીંનો ઉપોયગ કરીને ખેતી કરવાથી પારાવાર ફાયદાઓ થઈ રહ્યા છે. દહીંની ખેતીથી 95 ટકા ખર્ચ બચે છે અને ઓછામાં ઓછું 15 ટકા કૃષિ ઉત્પાદન વધે છે. દહીંના ફાયદાઓ જોઈને અનેક ખેડૂતો તે તરફ વળ્યા છે. ખાસ કરીને જ્યારથી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને ગુજરાતના કૃષિ વિશ્વ વિદ્યાલયોએ તેના પ્રયોગો કર્યા ત્યારથી તેને માન્યતા મળવા લાગી છે. વર્ષોથી મીઠા લીમડાને છાસ પીવડાવવાની પરંપરા હતી. હવે ખેતરમાં દહીંનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં એક હેક્ટરે 500 કિલો રાયાણીક ખાતર વાપરવામાં આવે છે. 19.39 લાખ ટન વપરાશ 2010-11માં હતો. તેનો વપરાશ હવે ઘટી રહ્યો છે. 13.42 લાખ ટન 1012-13માં વપરાશ હતો. 2019-20માં રાયાણિક ખાતરનો વપરાશ 10 લાખ ટનની આસપાસ હોવાનું અનુમાન છે.

પાણીની બચત

15 દિવસ પાણીની આપવું પડતું નથી, તેથી તેની બચત એક એકરે રૂ.1000ની થાય છે. એક એકરમાં રાસાયણિક ખાતર પાછળ રૂ.1100નું ખર્ચ થાય છે. પણ દહીંથી ખર્ચ 2 કિલો દૂધ રૂ.110 ખર્ચ આવે છે. જંતુનાશકોની એક એકરે રૂ.1500નું ખર્ચ કરવા પડતું નથી. આમ એક એકરે રૂ.3600નું ખર્ચ કરવું પડે તેની સામે માત્ર રૂ.155 જેવા નજીવા ખર્ચે એટલે કે માંડ 5 ટકા ખર્ચમાં કામ થઈ જાય છે.

દહીં બનાવવાની રીત

દેશી ગાયનું બે લીટર દૂધ માટીના વાસણમાં દહીં બનાવવા મૂકવું. બે કિલો દહીંમાં તાંબાનો ટૂકડો કે તાંબાની ચમચી ડૂબાડીને મૂકીને 8થી 15 દિવસ સુધી તે દહીંને ઢાંકીને છાંયે રાખી મૂકવામાં આવે છે. તેમાં લીલા રંગના તાર થઈ જશે. તાંબું કે પિત્તળ ધોઈને તે પાણી દહીમાં નાંખવું. બે કિલો દહીંમાં 3 લીટર પામી ભેળવીને 5 લીટર મિશ્રણ બની જશે. એક એકરમાં કે પાણી પંપથી છાંટવામાં આવે છે. પછી તેમાં પાણી નાંખી 1 એકરમાં પાક પર છંટકાવ કરાય છે. તેમ કરવાથી છોડ 25થી 45 દિવસ સુધી લીલો છમ રહેશે. લાંબો સમય સુધી નાઈટ્રોજનની જરૂર રહેતી નથી. પાક લીલો થઈ જશે.

2 કિલો દહીં 25 કિલો યુરિયા બચાવે

ઉત્તર બિહારના 1 લાખ ખેડૂતો યુરિયાના બદલે દહીં વાપરે છે. અનાજ, શાક અને ફળના બગીચાઓમાં 25થી 30 ટકા ઉત્પાદન વધેલું છે. એક લિટર પાણીમાં 30 મીલી દહીંનું મિશ્રણ નાંખવામાં આવે છે. દિલ્હી આસપાસ તો 9 વર્ષથી દહીંનો ઉપયોગ યુરિયાની જગ્યાએ થાય છે.

તમામ પાકોમાં ઉપયોગી

મકાઈ, ઘઉં, આંબા, કેળા, શાકભાજી, લીચી,ડાંગર, શેરડી જેવા તમામ પ્રકારના પાકમાં તેનો છંટકાવ થઈ શકે છે.

બગીચા

બગીચામાં ફૂલ આવે તેના 25 દિવસ પહેલાં દહીંના પાણીનો ઉપયોગ થાય છે. તેનાથી બગીચાઓને ફોસ્ફરસ અને નાઈટ્રોજન મળી રહે છે. પાક પર કાર્બનીક પદાર્થો તૈયાર થશે. સપ્લીમેન્ટનું કામ કરે છે. તમામ ફળ એક સરખા આકારના થાય છે. ફળો - ફૂલ ઓછા ખરે છે.

દહીંનું ઝેરી માખણ

છાસ બનાવતાં તેમાં જે માખણ નિકળશે તે કિટ નિયંત્રક તરીકે દવાનું કામ કરશે. ઝેરી માખમમાં વર્મીકંપોસ્ટ નાંખીને છોડના મૂળમાં તે નાંખી દેવું. જંતુ અને જીવાત જતી રહેશે. ઝેરથી સાવધાન રહેવું જરૂરી છે.

જંતુનાશક

આ ખેડૂતો દહીં ઉપરાંત તેમાં મેથીની પેસ્ટ કે લીમડાનું તેલ ભેળવીને પેસ્ટીસાઈઝ તરીકે છાંટે તો પાક પર ફૂગ આવતી નથી. કૂકડ આવતો નથી. આમ કરવાથી નાઈટ્રોજન મળે, જીવાત દૂર થાય અને મિત્ર જીવાતોનું રક્ષણ થાય છે.

જમીનમાં ખાતર

જમીનમાં પણ દહીંનો ઉપોયગ કરી શકાય છે. એકરે 2 કિલો દહીં જમીનની અંદર નાંખવું. જમીનમાં માઈક્રોબાયલ રેટ વધારે છે. આમ કરવાથી તમામ પાકોમાં 25-30 ટકા ઉત્પાદન વધી શકે છે. પંચગવ્યમાં દહીં વપરાય છે.

પાણીનો વપરાશ ઘટે

દહીંના પાણીમાં ગરમીમાં 300 ગ્રામ ખાંડ અને શિયાળાની ઠંડીમાં ખાંડના બદલે 300 ગ્રામ સીંધાલું મીઠું નાંખીને છંટકાવ કરવાથી 15 દિવસ સુધી પાકને પાણીની જરૂર પડતી નથી.

કૃષિ સંશોધન સંસ્થા

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે આ ઈનોવેશનને માર્ચ 2017માં માન્યતા આપતા હોય તેમ મુજફ્ફરપુરના ખેડૂતો દહીંથી ખેતી કરતાં હતા તેમનું સન્માન કર્યું હતું.ભારતમાં 500 લાખ ટન ફર્ટીલાઈઝર ખાતર વર્ષે વાપરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp