Video: કંપનીની CEOએ કર્મચારીઓ સાથે કર્યો ડાન્સ, લોકો બોલ્યા-લીડર હોય તો આવી

PC: moneycontrol.com

Welspan ઈન્ડિયાની CEO અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર દીપાલી ગોયન્કાએ પોતાની ઓફિસમાં કંઈક એવું કર્યું, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. તેમનો ઓફિસમાં પોતાના કર્મચારીઓ સાથે બોલિવુડ ગીત પર ડાન્સ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

દીપાલી ગોયન્કા વીડિયોમાં પોતાની મુંબઈ સ્થિત ઓફિસમાં ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ના ગીત મુકાબલા પર ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. તેમણે આશરે 45 સેકન્ડ સુધી ડાન્સ કર્યો. આ દરમિયાન ઓફિસના કર્મચારી તેમનો સાથ આપતા દેખાઈ રહ્યા છે. લોકોએ તેમના આ જોશ પર કહ્યું કે, લીડર હોય તો આમના જેવી. એટલું જ નહીં, કોર્પોરેટ વર્લ્ડમાં પણ તેમના ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. ટ્વીટર પર આ વીડિયોને 3 લાખ કરતા વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.

RPG એન્ટરપ્રાઈઝના ચેરમેન હર્ષ ગોયન્કાએ પણ તેમના વખાણ કર્યા છે. હર્ષ ગોયન્કાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- ઓફિસમાં કોઈ CEOને ડાન્સ કરતા જોવા દુર્લભ છે. આ જ રસ્તો છે યોગ્ય માહોલ બનાવવાનો. દીપાલીએ પણ આ વીડિયોને રી-ટ્વીટ કરીને લખ્યું, શેર કરવા માટે ધન્યવાદ હર્ષ ગોયન્કા. હું તમારું વર્ક પ્લેસ પણ જોવાનું પસંદ કરીશ. સાથે જ દીપાલીએ હર્ષ ગોયન્કાનો વીડિયો રી-ટ્વીટ કરતા આનંદ મહિન્દ્રા, ગૌતમ અદાણી અને કિરન શૉને પૂછ્યું છે કે, આ મારું વર્ક પ્લેસ છે, તમારું કેવું છે? ટ્વીટર પર આ વીડિયોને 3 લાખ કરતા વધુ વાર જોવાઈ ચુક્યો છે. લોકો કહી રહ્યા છે કે, દરેક ઓફિસમાં આવો જ માહોલ હોવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp