26th January selfie contest

ગુજરાતમાં કયા બટાટા ઉગે, ફ્રેન્ચફ્રાઇના કે ચીપ્સના કે બધા જ પ્રકારના

PC: khabarchhe.com

સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં, ખેડૂતોએ બટાટાની રવિ પાકની વાવણીની તૈયારી શરૂ કરી છે. વાવણી કરતા પહેલા, ખેડૂતો રોગ પ્રતિરોધક જાતો પસંદ કરતાં હોય છે. સેન્ટ્રલ બટાટા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે પ્રદેશ પ્રમાણે બટાટાની જાતો વિકસાવી છે. તેથી ગુજરાતના 7 ક્લાઈમેટિક ઝોન પ્રમાણે બટાટાની જાતો વાવવાનું વિજ્ઞાનીઓ તરફથી કહેવામાં આવ્યું છે. 40થી 45 કરોડ કિલો બટાટા બિયારણ તરીકે મોટા ભાગે ગુજરાત બહારથી 2020માં લાવવામાં આવશે. 30થી 35 ટન બટાટા એક હેક્ટરે પાકે છે.

25 તાલુકા બટાટા પકવે છે

શાકભાજી, પ્રોસેસીંગમાં કાતરી-વેફર, ફેંચ, ફ્રાઈઝ, ડીહાઈડ્રેટેડ બનાવટો, લોટ બનાવવા, કાપડ ઉદ્યોગમાં કાંજી અને દારૂ બનાવવા વપરાય છે. ગુજરાતમાં 25 તાલુકામાં બટાટા થાય છે. ડીસા, વજગામ, દાંતીવાડા, ધાનેરા, પાલનપુર, લાડોલ, વિજાપુર, નાંદોલ, દહેગામ, માણસા, ચકલાસી, બોરીયાવી, કણજરી, છાણી, લુણાવાડા, મોડાસા, પ્રાંતિજ, ધનસુરા, ઈડર, પ્રાંતિજ, જામનગર, દ્વારકા, અંજાર અને માંડવી તાલુકામાં બટાટા પાકે છે.

બે જાતનું 75 ટકા વાવેતર

ગુજરાતમાં લેડી રોસેટા 40.50 ટકા અને કુફરી પુખરાજ 33.3 ટકાનો વાવેતરમાં ફાળો છે. સૌથી વધું લોકપ્રિય વેરાયટી છે. એવું બટાટા સંશોધન સંસ્થા દ્વારા સરવેના આધારે નકકી થયું છે. ઉપરાંત કુફરી બાદશાહ, કુફરી લોકર પણ છે. આ જાતોનું 90 ટકા વાવેતર ગુજરાતમાં થાય છે.

કયા બટાટા કેમાં વપરાય છે

શાકભાજી માટે - કુફરી બાદશાહ, કુફરી પુખરાજ, કુફરી લોકર, કુફરી ખ્યાતી, કુફરી પુષ્કર છે.

ચીપ્સ માટે - કુફરી ચીપસોના 1, 2, 4, કુફરી જ્યોતી, એટલાન્ટીક છે.

ફેન્ચ ફ્રાઈ માટે : કુફરી ચંદ્રમુખી, કુફરી સૂર્યા, કુફરી ચીપસોના-1, કુફરી ફ્રાય સોના.

પ્રોસેસીંગ માટે : કુફરી ચિપ્સોના-1, કુફરી ચિપ્સોના-2, કુફરી ચિપ્સોના-3, કુફરી ચંદ્રમુખી, કુફરી લૌકર, કુફરી જ્યોતિ, કુફરી એટલાન્ટીક છે.

બટાકાનું સીધું વેચાણ કરવા કુફરી બાદશાહ, કુફરી પુખરાજ, કુફરી સતલજ છે.

કચીચારા માટે : કુફરી પુખરાજ, કુફરી અશોકા, કુફરી સતલજ, કુફરી ખ્યાતી છે.

ઢગલા પદ્ધતિથી સંગ્રહ કરવા માટે : કુકરી બાદશાહ, કુફરી જવાહર, કુફરી બહાર, ફુકરી સતલજ, કુફરી પુષ્કર છે.

 બિયારણ

ગુજરાતમાં પેદા થયેલા બટાટાનું બિયારણ વાપરવું નહીં એવું સરદારનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલયના ડીસા ખાતેના મુખ્ય બટાટા સંશોધન કેન્દ્રના વિજ્ઞાનીઓ દ્વારા કહેવામાં આવ્યું છે. એક હેક્ટર માટે 2500થી 3000 કિલો બિયારણ રોપાય છે. ચાર હારમાં 3500થી 4000 કિલો વપરાય છે.

બિયારણનો ઉપયોગ આખા કંદનો ઉપયોગ કરવાની કૃષિ વિભાગે ભલામણ કરી છે. બિયારણના ટુકડા 25થી 40 ગ્રામ હોય છે. ટુકડાને મેન્કોઝેબ 1 કિલો દવા અને 5 કિલો શંખજીરૂનું મિશ્રણ માવજતમાં વપરાય છે, તેથી કહોવારો ઓછો આવે છે. પાક સારી રીતે ઉગે છે. 8થી 10 કલાક સુધી ખુલ્લામાં સૂકવ્યા બાદ જ વાવેતર કરવાની ભલામણ છે. બટાટાને શિતાગારથી કાઢીને તેને 7-8 દિવસ ખૂલ્લામાં રાખી આંખો ફૂટે પછી ઉપયોગ કરવામાં આવે છે.

ચોખા કરતાં 9 ગણું ઉત્પાદન

બટાટાનું બીજા પાક ઘઉં કરતા 7 ગણું, ચોખા કરતા 9 ગણું અને મકાઈથી 11 ગણું ઉત્પાદન આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp