અબજપતિએ કર્યો હતો 4000 મહિલાઓ સાથે સૂવાનો દાવો, છેલ્લી પત્નીએ આપ્યું ઝેર

PC: japantimes.co.jp

જાપાનના અબજપતિ બિઝનેસમેનની યુવા પત્નીને અરેસ્ટ કરી લેવામાં આવી છે. 25 વર્ષીય સૂડો પર આરોપ છે કે તેણે 77 વર્ષીય પતિ ડોન જુઆનની હત્યા કરી છે. રિપોર્ટ્સ મુજબ મહિલાએ ડોન જુઆન સાથે લગ્ન કર્યાના માત્ર 3 મહિનાની અંદર તેમને ઝેર આપીને મારી નાખ્યા. ડોન જુઆન ઉર્ફે કોસુકે નોજાકી જાપાનના જાણીતા બિઝનેસમેનોમાં સામેલ છે. નોજાકીનો રિયલ એસ્ટેટ અને દારૂનો બિઝનેસ હતો. 3 વર્ષ પહેલા મે મહિનામાં તેમનું મોત થઈ ગયું હતું અને તેના શરીરમાંથી ખતરનાક ડ્રગ્સ મળી આવ્યું હતું. મોત પહેલા તે પોતાની પત્ની સાથે હતો.

નોજાકી સૌથી પહેલા ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે વર્ષ 2016મા પોતાની ઓટોગ્રાફી છાપી હતી. આ ઓટોગ્રાફીમાં તેમણે દાવો કર્યો હતો કે તેઓ 4 હજાર મહિલાઓ સાથે સંબંધ બનાવી ચૂક્યા છે અને તેમણે આ મહિલાઓને લાખો-કરોડો રૂપિયા આપ્યા છે. ડોન જુઆન પોતાની જાતને સ્પેનિસ પ્લેબોયના રૂપમાં જોતા હતા. નોજાકી વાકાયામાં ઉપસ્થિત પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે કેસની તપાસ બાદ જાણ્યું કે તેમને ઝેર આપીને મારવામાં આવ્યા હતા અને તેમણે આત્મહત્યા નહોતી કરી.

પોલીસે કહ્યું કે મોત પહેલા નોજાકી પત્ની સાથે ડિનર કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, સુડોએ ઈન્ટરનેટ પર ડ્રગ્સ બાબતે રિસર્ચ કર્યું હતું અને તેને પોતાના પતિને આપી દીધું. આ બાબતે પોલીસનું કહેવું છે કે આ વાત અત્યાર સુધી સ્પષ્ટ થઈ શકી નથી કે આ મહિલાએ પોતાના પતિને કેમ માર્યો, પરંતુ એ વાત કન્ફર્મ હતી કે નોજાકીએ પોતાની વારસાઈમાં કહ્યું હતું કે તેઓ 1.3 બિલિયનની પોતાની પ્રોપર્ટી આ શહેરના વિકાસ માટે દાન કરવા માંગતા હતા.

નોજાકીએ પોતાની ઓટોગ્રાફીમાં લખ્યું હતું કે તેમના પૈસા કમાવાનો એક મહત્ત્વનો હેતુ એ પણ હતો કે તેઓ આકર્ષક મહિલાઓ સાથે ડેટ કરવા માંગતા હતા. એ તેમનું પૈસા કમાવા માટેનો ખૂબ મોટું મોટિવેશન હતું. રિપોર્ટ્સ મુજબ નોજાકીએ સપોરોની રહેવાસી સુડોને પૂછ્યું હતું કે શું તે તેની જિંદગીની છેલ્લી મહિલા બનવાનું પસંદ કરશે? સ્થાનિક મીડિયા મુજબ, સુડોએ આ સંબંધ માટે હા પાડી હતી, પરંતુ તેણે એ વાત પોતાના ઘરે નહોતી કહી. તેણે પરિવારજનોથી નોજાકી સાથે સંબંધ છુપાવી રાખ્યા હતા અને તે પોતાના ઘરના લોકોને કહેતી હતી કે તે સ્ટોક ટ્રેડિંગના સહારે સારા એવા પૈસા કમાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp