3 મહિનામાં ચાલુ થશે 2 વર્ષથી બંધ પડેલી કંપની, રતન ટાટાએ સરકાર પાસેથી ખરીદી

PC: tata.com

સરકારે એક વધુ સરકારી કંપનીને ખાનગી હાથોમાં સોપી છે. પ્રાઇવેટાઇઝેશનના થઇ રહેલા વિરોધ છતાં સરકાર ખોટમાં ચાલી રહી છે. મોટી કંપનીઓ ટાટા ગ્રુપના હવાલે કરી દીધી છે. કંપનીનું નામ છે નીલાચલ ઇસ્પાત નિગમ લિમિટેડ છે. કંપનીનો પ્લાન્ટ 30મી માર્ચ, 2020થી બંધ પડી છે. પણ હવે ટાટા ગ્રુપ તેને ફરીથી ધમધમતી કરવાના પ્લાન પર કામ કરી રહી છે અને આશા છે કે અને આશા વ્યક્ત કરાઇ રહી છે કે, આગલા ત્રણ મહિનામાં કંપની ફરીથી શરૂ થઇ જશે. ટાટા સ્ટીલના મેનેજીંગ ડાયરેક્ટર ટીવી નરેન્દ્રન કરે છે કે, આ કંપની જલદીથી જ ખુલવા જઇ રહી છે.

ટાટા સ્ટીલે ઓરિસ્સા સ્થિત નીલાચલ ઇસ્પાત નિગમ લિમિટેડના અધિગ્રહણ માટે લગભગ 12,100 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ વર્ષે 4થી જુલાઇને જ દરેક સંયુક્ત ઉદ્યમ ભાગીદારોના 93.71 ટકા શેરોના હસ્તાંતરણ બાદ NINL ટાટાની થઇ ગઇ હતી. ટાટા સ્ટીલે પોતાની સંપૂર્ણ સ્વામિત્વ વાળી અનુષંગી ટાટા સ્ટીલ લોન્ગ પ્રોડક્ટ્સ લિમિટેડ દ્વારા NINLનું અધિગ્રહણ કર્યું છે.

ટીવી નરેન્દ્રને કહ્યું કે, હાલના કર્મચારીઓ સાથે કામ કરવા અને લગભગ 2 વર્ષ બંધ પડેલા કારખાનાને ફરીથી ચાલુ કરવા માટે અમે તૈયાર છીએ. આગામી ત્રણ મહિનામાં ઉત્પાદન શરૂ થઇ જશે. સાથે જ તેમણે 12 મહિનામાં સ્થાપિત ક્ષમતા પ્રાપ્ત કરવા માટેની આશા વ્યક્ત કરી છે. એર ઇન્ડિયા બાદ બીજી એવી સરકારી કંપની છે, જે ટાટા ગ્રુપ પાસે ગઇ છે.

નીલાચલ ઇસ્પાત નિગમ લિમિટેડનો કલિંગનગર 1.1 મેટ્રિક ટનની ક્ષમતા વાળા ઇન્ટીગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ છે. આ કંપની મોટી ખોટમાં ચાલી રહી છે. ત્યાર બાદ સરકારે તેને ખાનગી હાથોમાં સોંપવાનો નિર્ણય કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર, ટાટા સ્ટીલ ભારતમાં લગભગ 20 મિલિયન ટન ઇસ્પાતનું ઉત્પાદન કરે છે અને આ દેશનો શિર્ષ ત્રણ ઇસ્પાત ઉત્પાદક કંપનીઓમાં શામેલ છે.

એક રિપોર્ટ અનુસાર, ટાટા સ્ટીલનું યુનિટ TSLPએ આ વર્ષે જાન્યુઆરીમાં જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, નલવા સ્ટીલ એન્ડ પાવર લિમિટેડને પાછળ છોડતા ઓક્શનમાં NINLને પોતાના નામ પર કર્યા હતા. હવે ટાટા સ્ટીલ તેને ફરીથી શરૂ કરવાનો લક્ષ્ય હાંસલ કરવા તરફ આગળ વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp