આ ફૂડ ડિલિવરી કંપનીએ ખરીદી Uber Eats, 35 કરોડ ડૉલરમાં ખરીદ્યો ભારતીય બિઝનેસ

PC: nyt.com/

ઓનલાઈન ખાવાનું ડિલિવર કરતી કંપની Zomatoએ Uber Eats ઈન્ડિયાને ટેકઓવર કરી લીધી છે. રિપોર્ટ અનુસાર, Zomatoએ 35 કરોડ ડૉલરમાં Uber Eatsને ટેકઓવર કરી લીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, Uber Eatsની પાસે હવે માત્ર 9.9 ટકા જ શેર હશે. જણાવી દઈએ કે, કેબ સર્વિસ આપનારી કંપની Uberની ખાવાનું ડિલિવર કરતી શાખા ભારતમાં કંઈ ખાસ સારું પરર્ફોમ નહોતી કરી રહી. દરમિયાન છેલ્લાં ઘણા સમયથી જ Uberના પોતાના પ્રતિદ્વંધી Zomatoના હાથે વેચાઈ જવાના સમાચારો આવતા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે, Uberની પોતાની કંપની પોલિસી છે કે, તે જો માર્કેટમાં પહેલા અથવા બીજા નંબર પર ના હોય તો તે બજાર છોડી દે છે. એવામાં આ નિર્ણય આ નીતિ અંતર્ગત લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, કંપનીના સુત્રોએ એ સ્પષ્ટ કર્યું છે કે, આ અધિગ્રહણ માત્ર ભારતમાં Uber Eats માટે પૂરતું જ છે. દુનિયાના અન્ય દેશોમાં Uber Eatsની સેવાઓ ચાલુ રહેશે. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ મર્જર માત્ર Uber Eats માટે છે, Uber Cabs માટે નથી.

તો બીજી તરફ, Uber Cab ઘણું સારું કરી રહી છે અને કંપનીએ હાલના કેલેન્ડર વર્ષમાં 50થી 200 શહેરોમાં પોતાની સેવા વિસ્તારનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેમાં બાઈક સર્વિસ પર વધુ ફોકસ રાખવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, પોતાની કેબ સેવાઓ પર ધ્યાન આપવા માટે ઉબરે આ નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp