અમદાવાદ શહેર-જિલ્લાની 21 બેઠક પર 249 ઉમેદવાર મેદાને, 82 ફોર્મ પાછા ખેંચાયા

PC: khabarchhe.com

અમદાવાદ શહેર અને જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં 21મી નવેમ્બર ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે 61 ફોર્મ પરત ખેંચાયા હતાં. આ સાથે અત્યાર સુધીમાં કુલ 82 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતાં. હવે અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો માટે 249 ઉમેદવારો મેદાનમાં છે. બાપુનગરમાં સૌથી વધુ 29 ઉમેદવારો છે. જોગાનુજોગ 2017માં 249 ઉમેદવારો ચૂંટણી લડયા હતાં. જ્યારે ફોર્મ ભરનાર ઉમેદવારોની સંખ્યા 466 હતી.

આ વખતે ત્રિપાંખીયા જંગના લીધે વિધાનસભાની ચૂંટણી વધુ રસાકસીભરી બની છે. ચૂંટણીમાં 589 ફોર્મ ભરાયા હતાં. કેટલાક ઉમેદવારોએ એક કરતા વધુ ફોર્મ ભર્યા હતાં. આ પછી સ્ક્રુટિની સમય ઉમેદવારો અને તેમન સમર્થકના ડમી ફોર્મ રદ કરવામાં આવતાં 415 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતાં. આમાંથી 84 ફોર્મ રદ થતાં 331 ફોર્મ માન્ય ઉમેદવારો રહ્યા હતાં. આ પછી 18 નવેમ્બરે 2, 19 નવેમ્બરે 19 અને21મીએ 61 ફોર્મ પરત ખેંચાયા હતાં. અત્યાર સુધીમાં કુલ 82 ફોર્મ પરત ખેંચવામાં આવતા કુલ 249 ઉમદેવારો મેદાનમાં છે. સૌથી વધુ ઉમેદવારોમાં બાપુનગર ઉપરાંત નરોડા અને અમરાઇવાડીમાં 17- 17 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે નારણપુરા સિવાય દસક્રોઇ 6 અને અસારવામાં 7 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

વિધાનસભાની વર્તમાન ચૂંટણીમાં ઉત્સુક ઉમેદવારોએ ભરેલા ફોર્મમાં ટેકેદારો અને એફિડેવિટમાં ભૂલ થતાં 84 ઉમદેવારોએ ચૂંટણી લડવા 2027ની રાહ જોવી પડશે. પાર્ટીનું મેન્ટેડેટ નહીં મળવાના લીધે પણ ઉમેદવારી ફોર્મ 26 થયા છે. ઉમેદવારો વિરોધ કરીને ચૂંટણીપંચમાં ફરિયાદ કરે છે. પ્રત્યેક ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ રદ થવાના કિસ્સામાં વિવાદો સર્જાય છે. ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદો થતી રહે છે. પરંતુ ચૂંટણી પૂરી થઇ ગયા પછી તે વિવાદ સમેટાઇ જાય છે.

કોર્ટ કેસ થાય તો જ તે બેઠક ચર્ચામાં રહે છે. સૌથી વધુ દરિયાપુરમાં 11 ફોર્મ અને વેજલપુરમાં 10 ફોર્મ રદ થયા છે. સૌથી મહત્વના કારણોમાં ટેકેદારો હાજર નહીં થવાના લીધે અંતિમ સમય બદલાઇ જતાં તેમજ ટેકેદારોના નામમાં ભૂલ થવાના લીધે અને તેમના પુરાવા લીધે ફોર્મ રદ થવાના વધુ કારણો છે. આ ઉપરાંત ટેકેદારો ઉમેદવારની વિધાનસભાના નહીં હોઈ અન્ય વિધાનસભાના હોવાથી, પાર્ટીનું મેન્ટેન્ડેટ નહીં મળવના લીધે સહિતના કારણોથી ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp