અમદાવાદમાં રિવરફ્ર્ન્ટના વિકાસમાં નવુ પીંછુ ઉમેરાશે, જાણો શું છે નવો પ્રોજેક્ટ ?

PC: royalorchidhotels.com

મેગાસિટી અમદાવાદમાં મનપા તંત્ર દ્વારા સાબરમતી નદીનો વિકાસ કરીને રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે. હવે શહેરીજનોને વધારે સુવિધા મળી રહે તે માટે રિવરફ્રન્ટ ઉપર ફાઉન્ટેન બનાવવાનું આયોજન કર્યું છે. આ ફુવારાઓથી બાળકો ભીંજાવાનો ભરપુર આનંદ ઉઠાવી શકશે. શહેરીજનોને સુંદર નજારાને માણવા માટે લાંબો સમય ઈંતજાર નહીં કરવો પડે. મનપા તંત્રએ આ પ્રોજેક્ટના અમલીકરણની કામગીરી શરૂ કરી દીધી છે.

અમદાવાદમાં રિવરફ્રન્ડ ખાતે લગભગ 8 કરોડના ખર્ચે 125 ચો.મી. વિસ્તારમાં અંદાજે 30 જેટલા ફુવારા મુકવામાં આવશે. ડફનાળા નજીક તૈયાર થઈ રહેલા ગાર્ડનમાં આ ફુવારા મુકવામાં આવશે. એટલું જ નહીં ફુવારાઓની નજીક ઘટાદાર વૃક્ષના છાયડામાં લોકો બેસી શકે તેવી સુંદર વ્યવસ્થા પણ કરાશે. જેથી લોકો આ સુંદર નજરાણાને માણી શકે. શહેરીજનો શાંતિથી બેસીને સાબરમતી નદીનો નજારો નિહાળી શકે તે માટે ઝરૂખો પણ મુકવામાં આવશે. આમ, મનપા તંત્ર દ્વારા રિવરફ્રન્ટ ખાતે નવા-નવા આકર્ષણો ઉમેરવામાં આવશે. રિવરફ્રન્ટ ઉપર ગોઠવવામાં આવનારા ફુવારાની ખાસ વિશેષતા એ હશે કે, તેમાં સેન્સર મુકવામાં આવશે. જેથી તેની ઉપર પગ મુકતાની સાથે જ ફુવારા 1થી 6 ફુટ સુધી ઉંચા ઉછળશે.

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં તાપમાનનો પારો સામાન્ય રીતે 40 ડિગ્રીની ઉપર રહે છે. જેથી રિવરફ્રન્ટ ઉપર તૈયાર થનારા ફુવારામાં નાના ભુલકાઓ ભીંજાવાના આંનદની સાથે ગરમીમાં પણ મહદઅંશે રાહત મેળવશે. આ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે અને લગભગ 18 મહિનામાં તેને પૂર્ણ કરવાનું પ્લાનીંગ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં સતત વિકાસની હરણફાળ ભરતા ગુજરાતના મેગાસિટી અમદાવાદમાં ભાજપ શાસિત મનપા દ્વારા લોકોને સારી અને વધુ સુવિધાઓ મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. આ ઉપરાંત અન્ય પ્રોજેક્ટ ઉપર પણ મનપા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp