કૈશ જ સત્ય, કૈશલેસ મિથ્યા- HDFCનો વીમો લેનાર વડોદરાના કોરોનાગ્રસ્ત DCPની વ્યથા

PC: twitter.com/DeepakMeghani

કોરોનાની સારવાર ખર્ચાળ હોવાના કારણે લોકોને ઇન્સ્યોરન્સનું મહત્ત્વ સમજાયું છે. તેથી મોટી સંખ્યામાં લોકો તેમનો હેલ્થ ઇન્સ્યોરન્સ લઇ રહ્યા છે. પણ ઘણી વખત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થયા બાદ ઇન્સ્યોરન્સ ક્લેમ માટે મુશ્કેલી ભોગવવાનો વારો છે. વીમા કંપનીઓ દ્વારા કોઈ અલગ-અલગ પ્રકારના વાંધાઓ કાઢીને દર્દીએ કરેલા ઇન્સ્યોરન્સ કલેમને નકારવામાં આવે છે.

ત્યારબાદ ઇન્સ્યોરન્સ ક્લેમ માટે દર્દીઓને અંતે કોર્ટનો સહારો લેવો પડે છે. ત્યારે ઇન્સ્યોરન્સ કંપનીનો કડવો અનુભવ વડોદરાના એક પોલીસ અધિકારીને થયો છે. ત્યારબાદ પોલીસ અધિકારી દ્વારા એક ટવીટ કરીને આ બાબતે માહિતી આપવામાં આવી હતી. અધિકારીની ટવીટ બાદ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા મદદની ખાતરી આપવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર વડોદરાના DCP દિપક મેઘાણીએ કોરોનાની મહામારી વચ્ચે એક HDFC Ergoમાંથી તેમનો મેડીક્લેમ ઉતરાવ્યો હતો. મેડીક્લેમ ઉતરાવ્યા બાદ 14 જાન્યુઆરીના રોજ DCP દિપક મેઘાણીને કોરોનાના લક્ષણો જણાતા તેમને પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારબાદ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હોવાના કારણે તેઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા. હોસ્પિટલમાં દાખલ થયા બાદ DCP દિપક મેઘાણી દ્વારા HDFC ERGOને તેની જાણ કરી હતી. 

જ્યારે હોસ્પિટલમાંથી આ પોલીસી માટે ક્લેમ કરવામાં આવ્યો ત્યારે તે સમયે વીમા કંપની દ્વારા કોઈને કોઈ ક્વેરી કાઢીને DCPના ક્લેમને નકાર્યો હતો. ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ઇન્સ્યોરન્સ ક્લેમ રીજેક્ટ કર્યો હોવાના કારણે DCPએ પોતાની વ્યથા સોશિયલ મીડિયાના મધ્યમથી ઠાલવી હતી. DCP દિપક મેઘાણીએ એક ટવીટ કરીને સમગ્ર ઘટના જણાવી હતીં. તેમને આ ટવીટમાં એમ પણ લખ્યું હતું કે, કેશ સત્ય, કેશલેશ મિથ્યા. DCP દિપક મેઘાણીની ટવીટ બાદ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા તેમની મદદ કરવાની ખાતરી આપી હતી.  

તેમને ટવીટમાં જણાવ્યું હતું કે, મને કોવિડ પોઝિટિવ ડિટેક્ટ થયો હતો. શરીરમાં ભારે દુખાવો હતો, માથું દુખતું હતું, તાવ હતો અને ઓક્સિજનમાં વધ-ઘટ થતી હતી. મને 14 તારીખ દાખલ કરાયો હતો. હવે રજા આપી દીધી છે. આઇસોલેશનમાં છું. હું HDFCERGO કંપનીનો આભાર માનું છું. તેમણે ઘણા પ્રશ્નો ઊભા કર્યા. હું જ્યારે હોસ્પિટલના બિછાને હતો ત્યારે તેમણે મને સમજાવી દીધું કે કૈશ જ સત્ય છે, કૈશલેશ મિથ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp