વડોદરાની સયાજી હોસ્પિટલમાં મહિલા દર્દીના મોઢા પર કીડી ફરતી જોઈ, પછી પતિએ...

PC: DainikBhaskar.com

કોરોનાની મહામારી વચ્ચે સરકારી કે પછી ખાનગી હોસ્પિટલની બેદકારીના કિસ્સાઓ સામે આવ્યા હતા. વડોદરાની સયાજી હોસ્પિટલની એક મોટી બેદરકારી સામે આવી છે. સયાજી હોસ્પિટલમમાં એક મહિલાને કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. પણ આ મહિલાના મોઢા પર કીડીઓ ફરતી જોવા મળી હતી. જ્યારે મહિલાનો પતિ તેની પાસે આવ્યો તે ચોંકી ઉઠયો હતો. તેને તાત્કાલિક આ ઘટનાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.

રિપોર્ટ અનુસાર ભરૂચના જંબુસરમાં રહેતી ગીતા નામની મહિલા પેરાલીસીસની બીમારીથી પીડાઈ રહી છે. ગીતાને પેરાલીસીસની સાથે-સાથે કોરોનાનું સંક્રમણ થતા તેને સારવાર માટે વડોદરામાં લાવવામાં આવી હતી. હાલ વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. પણ કોરોના વોર્ડમાં આ મહિલાની દેખારેખ નર્સિંગ સ્ટાફ દ્વારા બરાબર ન રાખવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ગીતાનો પતિ જ્યારે પત્નીની તબિયતની ખબર પૂછવા ગયો ત્યારે તે ચોંકી ઉઠયો હતો. કારણે તેની પત્નીના મોઢા પર કીડીઓ ફરી રહી હતી. તેથી તેને તાત્કાલિક જ આ બાબતે નર્સિંગ સ્ટાફને માહિતી આપી હતી અને પછી મહિલા દર્દીના મોઢા પર ફરી રહેલી કીડીઓને દૂર કરી હતી. પેરાલીસીસથી પીડાતી પત્નીના મોઢા પર કીડી જોતા જ રોષે ભરેલા પતિએ નર્સિંગ સ્ટાફને દર્દીનું બરાબર ધ્યાન રાખવા માટે વિનંતી કરી હતી.

આ બાબતે મહિલાના પતિએ કહ્યું છે કે, દવાખાનામાં દર્દીનું ધ્યાન રાખવું પડે. આ તો મારું ધ્યાન ગયું એટલા માટે કહું છું. અહિયાં દવાનો છંટકાવ કરતા નથી. મારી પત્ની જીવશે તો મારી જીંદગી ચાલશે. મારો દીકરો નાનો છે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કહો પણ માનવતા રાખો. તમે કહેતા હોય તો હું ખાવાનું લઇ આવીશ પણ તમે દર બે કલાકે તેમને કંઇક ખવડાવો.

હોસ્પિટલમાં ફરજ બજાવતી એક મહિલાએ જણાવ્યું હતું કે, આ પ્રાઈવેટ હોસ્પિટલ નથી, થોડું એડજસ્ટ કરવું પડે. તમારે પણ ધ્યાન રાખવું પડે. તમે આવીને મોઢું લુછી નાખજો.

આ ઘટનાને લઇને વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર રંજન ઐયરે જણાવ્યું હતું કે, આ બાબતે હજુ સુધી મને કોઈ પણ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળશે ત્યારે તપાસ કરાવીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp