અમદાવાદમાં ભાગીદારે આ કારણે ભાગીદારની હત્યા કરી, 100 ટુકડા કર્યા

PC: youtube.com

ગત રવિવારના રોજ અમદાવાદમાં SP રીંગ રોડ નજીક આવેલા એક ચાના સ્ટોલ નજીકથી બે પ્લાસ્ટીના કોથળામાંથી ખૂબ દુર્ગંધ આવી રહી હતી. કોથળામાં આવી રહેલી દુર્ગંધના કારણે ચાના સ્ટોલના માલિકે સમગ્ર મામલે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. પોલીસે ગણતરીના સમય ઘટના સ્થળ પર પહોંચીને કોથળાની તપાસ કરતા કોથળામાંથી મનુષ્યના અંગોના ટુકડાઓ મળી આવ્યા હતા. આ યુવકની હત્યા એટલી ક્રુરતાથી કરવામાં આવી હતી કે, કોથળામાં તે વ્યક્તિના માથા સિવાયના અંગોના 100 જેટલા ટુકડાઓ કરવામાં આવ્યા હતા.

આ ઘટનાને પગલે અસલાલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસને હત્યાના ગુનાનો ભેદ ઉકેલવા માટે એ જાણવું ખૂબ જરૂરી હતું કેમ મૃતક યુવક કોણ છે. એવામાં ગોમતીપુરમાં રહેલા એક મુસ્લિમ પરિવારે તેમના પરિવારનો એક સભ્ય ગુમ થવા બાબતે અસલાલી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તે મુસ્લિમ પરિવારની ફરિયાદના આધારે લાસના કેટલાક સેમ્પલ DNA ટેસ્ટ કરાવવા માટે મોકલી આપ્યા હતા.

પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે ઘટના સ્થળની આસપાસ લાગેલા CCTV ફૂટજ ચેક કર્યા હતા. જેમાં પોલીસને એક રીક્ષા અને એકટીવા પર શંકા જણાતા પોલીસે રીક્ષાની નંબર પ્લેટ પરથી પોલીસે રીક્ષા ચાલકની અટકાયત કરી હતી. રીક્ષા ચાલકે પોલીસને જણાવ્યું હતું કે, મોહંમદ મતબુલ શેખ નામનો યુવક 300 રૂપિયા આપીને બે પ્લાસ્ટિકની થેલીઓ રીક્ષામાં લાવ્યો હતો. અસલાલી પોલીસને હત્યાના ગુનાની એક કળી ઉકેલવામાં સફળતા મળી હતી. પણ જ્યારે પોલીસે મોહંમદ મતબુલ શેખને પકડવા માટે તેના ઘરે ગઈ ત્યારે પોલીસને તે પોતાના વતન ઉત્તર પ્રદેશ જઈ રહ્યો છે તેવી માહિતી મળી હતી. તેથી પોલીસની એક ટીમ તેને પકડવા માટે ઉત્તર પ્રદેશ જવા રવાના થઇ હતી.

મોહંમદ મતબુલ શેખ ઉત્તર પ્રદેશથી પણ ફરાર થઇ ગયો હતો. પોલીસને પોતાના બાતમીદારો પાસેથી એવી બાતમી મળી હતી કે, મોહંમદ મતબુલ શેખ ઉત્તર પ્રદેશથી ફ્લાઈટ મારફતે અમદાવાદ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મોહંમદ મતબુલ શેખને પકડવામાં સફળતા મળી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ આરોપી અને મૃતક સાકીર જોડે કાપડનો ધંધો કરતા હતા. પણ સાકીરે મોહંમદ મતબુલ શેખ પાસેથી ધંધો પડાવી લીધો હતો અને તે ધંધામાં 10 લાખ રૂપિયાનું રોકાણ આરોપીનું હતું. આ ઉપરાંત મોહંમદ મતબુલ શેખના મિત્રએ તેને જણાવ્યું હતું કે, સાકીર તેની હત્યાની સોપારી આપવા માટે ફરી રહ્યો છે. આ ઉપરાંત તેને સાકીરના મોઢેથી પોતાના જીવતા હોવાની વાત સંભાળતા આરોપી મોહંમદ મતબુલ શેખે સાકીરનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી.

મોહંમદ મતબુલ શેખે સાકીરની હત્યા કર્યા પછી ત્રણ કલાક સુધી સાકીરના મૃતદેહના કાપડ કાપવાના કટરથી 100 કટકા કર્યા હતા અને ત્યારબાદ આ કટકાને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને લોહું વાળું ઘર ફિનાઈલથી સાફ કરી નાંખ્યું હતું અને ત્રણ વાગે બે પ્લાસ્ટિકની થેલીને અસલાલીમાં ફેંકવા માટે ગયો હતો. લાસની કોઈ ઓળખ ન થાય તે માટે સાકીરના માથાના અને હાથના કેટલાક ભાગ કેનાલમાં ફેંકી દીધા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp