અદાણીએ બે દિવસમાં બીજી વાર CNGના ભાવ વધાર્યા, આમાં પણ સદી મારવી લાગે છે

PC: khabarchhe.com

મોંઘવારી મામલે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી હાલત ફરીથી આજે પણ જોવા મળી રહી છે. અદાણીએ ગઈકાલે ભાવ CNGનો વધાર્યા બાદ એટલાથી સંતોષ ન થતા આજે ફરીથી અદાણીએ CNGના ભાવમાં વધારો કર્યો છે. ગઈકાલ બાદ આજે ફરી કિલોએ 1.49 રૂપિયા ભાવમાં વધારો કર્યો છે. જેથી ફરી મોટો ઝટકો CNG ચાલક રીક્ષા વાહનોને પડ્યો છે.

CNGના ભાવમાં 1.49 રૂપિયાનો વધારો થતા બે દિવસમાં 3.48નો વધારો કરાયો છે. આજથી નવો ભાવ લાગું કરાતા જે જૂનો ભાવ 85.89 રૂપિયા હતો તેમાં નવો ભાવ ઉમેરાતા હવેથી 87.38 રૂપિયા CNGના ભાવ પહોંચી ગયા છે. જેથી હવે એ સમય પણ દૂર નથી કે અદાણી 100 રૂપિયા સુધી CNGના ભાવમાં પણ થઈ જાય.

CNGના ભાવ ગઈ કાલે અદાણી 1.99 કર્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ અગાઉ 100ને આંબી ચૂક્યા છે ત્યારે શું CNGના ભાવોમાં પણ 100ને આંબી શકે છે. કેમ કે, જે રીતે છેલ્લા 6 મહિનાથી લઈને એક વર્ષ સુધી સતત વધારો જોવા મળતા આ અનુમાન લગાવવું ખોટું નથી. CNGના અદાણીએ 1.99 રૂપિયા ભાવ વધારાતા 85.89 રૂપિયા ભાવો હતા તેમાં આજે 1.49 કરાતા 87.38 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. રીક્ષા ચાલકોને મોંઘુ પડતા લોકોએ ભાડામાં વધારો ચૂકવવો પડી થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp