અમદાવાદ બાદ આ શહેરમાં પણ પેપર કપ પર લાગી શકે છે પ્રતિબંધ

PC: Khabarche.com

અમદાવાદ બાદ ગાંધીનગર ગ્રીન સિટીમાં પણ પેપર કપ પર લાગી શકે છે. ગ્રીન સિટી ગાંધીનગરમાં સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી હેઠળ પેપર કપ લગાવવા પર તંત્ર કટ મૂકી શકે છે. જે મામલે મનપાના અધિકારીઓની ચર્ચા બેઠક પણ આજે યોજવામાં આવી છે.

ગાંધીનગર ગ્રીન સિટી બિરુદ જાળવા માટે આ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. સ્વચ્છતાને લઈને રેટીંગ વધારવા માટે ગાંધીનગર મનપા દ્વારા આ નિર્ણય લેવાઈ શકે છે. હાલમાં મનપાના અધિકા પદાધિકાઓ આ મામલે બેઠકમાં ચર્ચા પણ કરી રહ્યા છે. અમદાવાદની જેમ જ પ્લાસ્ટીક અને પેપર કપ પર ગાંધીનગરમાં પણ પ્રતિબંધ લાગી શકે છે. પ્લાસ્ટીક પર પ્રતિબંધ છે પરંતુ આ મામલે ઝૂંબેશ પણ મનપા ચલાવી શકે છે.

ગુજરાતમાં અમદાવાદમાં આજથી પ્રતિબંધ મુકાયો છે. કોર્પોરેશનના નિર્ણય બાદ હવે શહેરમાં ચાની દુકાનો પર પેપર કપનો ઉપયોગ નહીં થાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ શહેરમાં સ્વચ્છતા અભિયાન માટે આ નિર્ણય લીધો છે. કોર્પોરેશનના જણાવ્યા અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો ચાની દુકાનોમાં ઓચિંતી તપાસ કરીને કાર્યવાહી કરશે. મહાનગરપાલિકાના આ નિર્ણયનો અમલ આજથી કરાવવાનું શરુ કરી દીધું છે. આ પછી પણ કોર્પોરેશનની ટીમો પ્લાસ્ટિક અને પેપર કપના ઉપયોગ સામે કાર્યવાહી કરશે. શહેરની સ્વચ્છતામાં વધારો થશે. ગટર ભરાઈ જવાની ફરિયાદ ઓછી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp